થરાદમાં રાસાયણિક ખાતર મેળવવા ખેડૂતોની પડાપડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 14:13:32
  • Views : 484
  • Modified Date : 2020-07-26 14:13:32

   થરાદમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે શનિવારે ખેડૂતો મોટી સંખ્યામાં રાસાયણિક ખાતર મેળવવા ઉમટી પડ્યા હતા. જેમાં ખેડૂતોની માંગ સામે ખાતર સ્ટોક ઓછા પ્રમાણમાં આવતો હોવાથી ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. ખાતર મેળવવામાં ખેડૂત વંચિત ન રહે તે માટે ટોકન પધ્ધતિથી ખેડૂતોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લાઈનમાં બેસાડવામાં આવે છે.પરંતુ ખેડૂતોને દસ બોરીની જરૂરિયાત સામે ખાતર ઓછા પ્રમાણમાં આવતો હોય તો કાપ મૂકીને છ બોરી આપવામાં આવી રહ્યો છે. જેથી તમામ ખેડૂતોને ખાતર મળી રહે કોઈને પરત જવું ન પડે. આ અંગે સહકારી ખરીદ વેચાણ સંઘ ગોડાઉન મેનેજર ભેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘ફિંગર સીસ્ટમ હોવાથી ફિંગર ઉડાડવામાં આવતી નથી. જેથી ખાતર સ્ટોક વધુ બોલતો હોય છે. જોકે ફિંગર ઉડાડવામાં આવતી હોય તો સરકાર દ્વારા પૂરતો સ્ટોક મોકલવામાં આવે. ખેતીવાડી અધિકારીને ફિંગર મશીન તેમજ સ્ટોક પત્રક ચેક કરી રિપોર્ટ કરવો જોઈએ.જેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે.

Download Our B K News Today App



Related News