તસવીરો દર્શાવે છે ગુજરાતના રાજકારણમાં બાપાનું કદ કેટલું ઉંચુ હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-29 13:39:25
  • Views : 1175
  • Modified Date : 2020-10-29 13:39:25

           ગુજરાત ભાજપના ભિષ્મપિતામહ કેશુભાઈ પટેલ એટલે કે કેશુબાપાનું 92 વર્ષની વયે નિધન થયું છે. 17 વર્ષની ઉમરથી આરએસએસ અને પછી ભાજપના પ્રખર કાર્યકરથી લઇને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ સાથેની નારાજગી બાદ પક્ષથી અલગ થઇને નવો પક્ષ રચવા સુધીમાં કેશુભાઈએ અનેક ઉતાર-ચડાવ જોયા છે. આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 1995થી રાજ કરી રહી છે. તેની પાછળ કેશુભાઈ પટેલની અથાગ મહેનત પણ છે. આજે જ્યારે બાપાએ આ વિશ્વને કાયમ માટે અલવિદા કહી દીધી છે, ત્યારે અમે અહીં બાપાની કેટલીક એવી તસવીરો રજૂ કરી રહ્યાં છીએ જે તેમના રાજકીય ક્ષેત્રે કેટલા ઉચ્ચ પદે હતા તે દર્શાવે છે

Download Our B K News Today App



Related News