થરાદ-મીઠા હાઇવે કંડલાને મળતો હાઇવે પર કોઝવે નાળાની કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાની રાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-14 12:27:40
  • Views : 546
  • Modified Date : 2020-08-14 12:27:40

      થરાદ મીઠા હાઇવે કંડલાને મળતો હાઇવે પર કોઝવે નાળુ બનાવવાની કામગીરીમાં ગેરરીતી કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતાં ભર ચોમાસે ઘુળની ડમરીઓ ઉડતાં રાહદારી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છેચાર રસ્તાથી મીઠા હાઇવે પર 2017 માં સર્જાયેલ પુરગ્રસ્ત સમયે નાગલાની સીમમાં રસ્તાનું ધોવાણ તેમજ પાણી ભરાવવાના કારણે વાહન વ્યવહાર બંધ થતાં રાજ્ય સરકાર દ્વારા નાગલની સીમમાંથી પસાર થતો 54 નંબર હાઇવે વાયા ભાભર, રાધનપુર, સામખીયાળી, કચ્છ તેમજ કંડલા પોર્ટ સુધી મળતો હાઇવે પર થરાદ ચાર રસ્તાથી પાંચેક કિલોમીટરના અંતરે આવેલા નાગલા સીમમાં હાઇવે પર 2,19 કરોડના ખર્ચે 350 મિટરની લંબાઈ ધરાવતો કોઝવે પુલ નાળુ મંજુર કર્યું હતું. જેમાં સ્ટેટ હાઇવે નાયબ કાર્યપાલક ઈજનેર કમલેશ પટેલની રહેમ નજર હેઠળ રાધે કન્સલ્ટન્ટ મહેસાણા દ્વારા કરાયું હતુંજેમાં કરોડો રૂપિયાની કામગીરીમાં ગેરરીતિ આચરી હોવાથી ઠેરઠેર રસ્તો દબાઈ જવા પામ્યો છે તેમજ ડામર વાપરવામાં કંજુસાઈ દાખવી કપચી સાથે સફેદ માટી ઠાલવી હોવાથી વાહનો પસાર થતાં માટી કપચી બહાર આવી રહી છે. પાક્કો રોડ કાળો દેખાવવાના બદલે સફેદ નજરે પડી રહ્યો છે આથી વાવ કિસાન સંઘ પ્રમુખ કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કોઝવે પુલ નાળાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે કરોડો રૂપિયાની કામગીરીમાં ગુણવત્તા મુજબ કામ કર્યું ન હોવાથી હાલમાં રસ્તો તૂટી જવા પામ્યો છે નાની ગાડીયો પસાર થઈ શકતી નથી હાલમાં ગાડીઓ પલટી મારી જાય તેવી દહેશત ના ભયથી રસ્તો પસાર કરવી પડે છે જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર તેમજ ઈજનેર દ્વારા મોટા પ્રમાણમાં સરકારના નાણાં ખિસ્સામાં ભરી દીધા હોવાથી ઉચ્ચ સ્તરેથી યોગ્ય તપાસ થવી જોઈએ નહીતો આ ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો તેમજ એન્જીનીયર ગુજરાત સરકારને વહેંચીને ખાઈ જવાના છે. રાહદારી વાહન ચાલક તારાભાઈ પટેલે જણાવ્યું ક઼ મીઠા હાઇવે કંડલા પોર્ટને જોડતો માર્ગ છે 2017 પુર ગ્રસ્ત પછી બનેલા પુલ ઉપર મોટો ભ્રષ્ટાચાર થયો છે હાડ મટેરિયલ વાપરવું જોઈએ તેની જગ્યાએ કોન્ટ્રાક્ટરે નીચી ગુણવત્તાની કક્ષાનો માલ વાપરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે જેનો ભોગ વાહન ચાલકો તેમજ આજુબાજુ ના ગામલોકો સતત થરાદ તરફ આવતા જતા રાહદારીઓ ભોગવી રહ્યા છે

Download Our B K News Today App



Related News