શ્રી રામદેવપીર સેવા સમિતી દ્વારા રણુજા યાત્રાનું સફળ આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 14:30:58
  • Views : 467
  • Modified Date : 2020-03-12 14:30:58

શ્રી રામદેવપીર સેવા સમિતી દ્વારા રણુજા યાત્રાનું સફળ આયોજન

ઘણાં શ્રધ્ધાળુ ભકતોને રણુજા બાબા રામદેવપીર મહારાજના દર્શન કરવાની ઇચ્છા હોય છે પણ ઘણુ દૂર હોઈ  જવા-આવવા માટે રસ્તાની અને વાહનની કોઇને માહિતી ન હોઈ હરીભકતોની રણુજાયાત્રા અશકય બનતી હતી. આ વાત સેવાના ભેખધારી એવા સમિતીના પ્રમુખ અણદાભાઈ એસ. પ્રજાપતિ કુંવારવાવાળા હાલ થરાને ધ્યાનમાં આવતા તેમને નહિ નફો નહિ નુકસાન ટોકન ચાર્જથી રણુજાયાત્રાનું આયોજન કરેલ. જેમાં રહેવા જમવા સાથેની સગવડ સાથે સુંદર આયોજન કરેલ. સવારે ગરમાગરમ ચા-નાસ્તો જમવામાં મિષ્ટાન અને ફરસાણ સાથે ગુજરાતી ભોજન ઠંડી છાસ મિનરલ પાણી સાથે ખુબ જ વ્યવસ્થા પુરી પાડેલ. ઓઢવાની વ્યવસ્થા દર્શન કરવા જતાં મંદિર બહાર બેઠેલ ભીખારીઓને દાન આપવા માટે એક-બે રૂપિયાની પરચુરણની વ્યવસ્થા આમ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી સારી સગવડ આપવાનો પ્રયાસ કરેલ. શ્રધ્ધાળુઓને રણુજામાં દરેક દર્શનીય સ્થળો જેવા કે મુખ્ય મંદિર, રામા સરોવર, પરચા-વાવડી, પાંચ-પિંપળી, રુણિચા કુવો, પેનોરમા મ્યુઝિયમ, પોકળગઢનો કિલ્લો ઉડ્ડુ-કશ્મિરમાં રામદેવપીરના જન્મ સ્થળે વીસ કરોડના ખર્ચથી બંધાયેલ નવિન મંદિરે દર્શન સેવનિયાલાધામમાં છેલ્લા પંદર વર્ષથી પદયાત્રીઓ માટે થતા સેવાકેમ્પની જગ્યાએ બનાવેલ મંદિરે દર્શન માંગરોળમાં શેણલ માં ના દર્શન અને છેલ્લે ઢીમામાં રણછોડરાયના દર્શન આમ આ પ્રવાસમાં નવરંગી નેજા સાથે વાજતે ગાજતે નાચતા નાચતા સંઘરૂપે જઈ દર્શન કરાવેલ. આ 




Download Our B K News Today App



Related News