રાનૂ બાબતે હિમેશ રેશમિયાનો લતા મંગેશકરને સણસણતો જવાબ, મો પર જ કહી દીધી વાત!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 13:13:41
  • Views : 511
  • Modified Date : 2019-09-13 13:13:41

રાનૂ મંડલને આજે નાના માણસથી માંડી મોટા વૃદ્ધો સહિતનાં તમામા લોકો ઓળખે છે. એનું કારણ છે રાનૂ મંડલનો સુરીલો અવાજ. જ્યારથી હિમેશ રેશમિયાનું નવું ગીત વાયરલ કરવાનાં સમાચાર છે ત્યારથી જ રાનૂ એક સેલેબ્રિટી બની ગઈ છે. લતા મંગેશકરે પણ રાનૂ વિશે પ્રતિક્રિયા આપી હતી અને હવે હિમેશે રાનૂને જવાબ આપ્યો છે કે જે ચર્ચામાં છે.આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરે રાનૂ મંડલ માટે વાત કરી હતી. લતાએ કહ્યું કે ‘જો મારા નામ અને કામથી કોઇનું સારું થાય છે તો હું મારી જાતને ખુશનસીબ માનું છું. પરંતું એવું પણ હું મહેસૂસ કરું છું કે નકલ કરવાથી તમને લાંબા સમય સુધી સફળતા મળી શકતી નથી. કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોસલે અને મુકેશના ગીત ગાઇને આકાંક્ષી ગાયકોને થોડાક સમય માટે અટેન્શન મળે છે પરંતુ એ લાંબા સમય સુધી રહેતી નથી.’હવે આ વાત પર રાનૂની તરફેણમાં વાત કરતા હિમેશે કહ્યું કે, લોકોએ લતા મંગેશકરના કહેવાની રીતને ખોટી રીતે સમજી લીધી છે. પરંતુ એક કલાકાર માટે એ ખુબ જરુરી છે કે તે કોઈમાંથી પ્રેરણા લઈને આગળ વધે. તેણે આગળ કહ્યું કે મારે એ જોવું પડશે કે લતાજીએ આ કોમેન્ટ કઈ રીતે કીધી છે. હું એવું માનું છું કે કોઈ સિંગરની નકલ કરવી કામ નથી લાગતું પરંતુ કોઈમાંથી પ્રેરણા લેવી એ ખુબ જરૂરી છે.ત્યારબાદ આગળ હિમેશ વાત કરે છે કે કુમાર શાનુ હંમેશા કહે છે કે તેને કિશોર કુમારથી પ્રેરણા મળે છે. આપણે બધા લોકો કોઈનાં કોઈથી પ્રેરિત છીએ. જ્યારે મે પણ ગીત ગાવાનું શરૂ કર્યું ત્યારે લોકો કહેતા હતા કે હું નાકમાંથી ગીત ગાઉં છું અને મજાક કરતા હતા. પરંતુ આજે તમે જોઈ શકો છો કે હું એક ઈન્ટરનેશનલ ટ્રેન્ડ બની ગયો છું.હિમેશ રેશમિયા રાનૂ વિશે વાત કરતા કહે છે કે, હું માનું છું કે રાનૂને આવું ટેલેન્ટ જન્મથી જ મળ્યું છે. તે લતાજીથી પ્રેરિત છે. હું એવું બિલકુલ નથી માનતો કે કોઈ લતાજી જેવું લિજેન્ડ બની શકે. તે બેસ્ટ છે. રાનૂએ તો હજુ પોતાનું કરિયર ચાલુ કર્યું છે. મને લાગે છે કે લોકોએ લતાજીની કોમેન્ટને ખોટી રીતે લીધી છે. હિમેશે આગળ કહ્યું કે લતાજીએ સલાહ આપી છે કે કોઈથી પ્રેરિત થવું સારી બાબત છે પરંતુ કોપી કરવી સારી વાત નથી. અને મને નથી લાગતું કે રાનૂએ કોઈના અવાજની કોપી કરી હોય.

Download Our B K News Today App



Related News