એક પપૈયાને 5 હજારમાં વેચતો હતો રામ રહીમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-22 17:52:02
  • Views : 101
  • Modified Date : 2023-11-22 17:52:02

ગુરમીત રામ રહીમ 700 એકરમાં ફેલાયેલા તેના કેમ્પમાં ખેતી કરતો હતો. પરંતુ તેના પાકની કિંમત સાંભળીને સૌ કોઈ દંગ રહી જશે. બાબા રામ રહિમ તેના ટેન્ટમાં શાકભાજી વજનથી નહીં પણ ગણીને વેચાતો હતો. તે 1 મરચાને એક હજાર રુપિયાનું વેચતો હતો.બાબા રામ રહીમ પોતાના કેમ્પમાં 1 લાખ રૂપિયા પ્રતિ કિલોના અથાણાં વેચતો હતો.તે અથાણું બનાવવા માટે તેમના બગીચામાં જ કેરી ઉગાડતો હતો.આ ઉપરાંત રામ રહીમના ટેન્ટમાં રીંગણની કિંમત એક હજારથી બે હજાર સુધીની હતી.રામ રહીમ નાના રીંગણ એક હજાર રૂપિયામાં અને મોટા રીંગણ 1500 થી 2000 રૂપિયામાં વેચતો હતો.તો 5 વટાણાનો ભાવ એક હજાર રૂપિયે વેચતો હતો. આવી સ્થિતિમાં જો તમારે કેમ્પમાં ઉગાડવામાં આવતા અડધો કિલો વટાણા ખરીદવા હોય તો તેની કિંમત લગભગ 1 લાખ રૂપિયાના ભાવે વેચાણ કરતો હતો.બાબા રામ રહીમ ભગવાનના પ્રસાદના નામે પોતાના ભક્તોને 5000 રૂપિયામાં પપૈયું વેચતો હતો અને બાબા બે ટામેટાંના બે હજાર રૂપિયા લેતો હતો.

Download Our B K News Today App



Related News