ભગવાન રામના નામે કરોડો ખર્ચાશે, યોગી સરકાર 440 કરોડની જમીન ખરીદશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 14:22:07
  • Views : 437
  • Modified Date : 2019-11-02 14:22:07

મર્યાદા પુરુષોત્તમ કહેવાયેલા ભગવાન રામના નામે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચવાની યોજના બનાવી રહી હોવાની માહિતી મળી હતી.

અગાઉ કરેલી જાહેરાત મુજબ શ્રી રામની 221 મીટર ઊંચી પ્રતિમા બનાવવા ઉપરાંત હવે એવી જાહેરાત કરાઇ રહી હતી કે આ વિસ્તારમાં પર્યટન પ્રવાસ વિસ્તાર માટે 440 કરોડ રૂપિયાની જમીન ખરીદવામાં આવશે.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો ચુકાદો સુપ્રીમ કોર્ટ 17 નવેંબરની આસપાસ આપવાની છે. એ પહેલાં રાજ્ય સરકારે એક બેઠકમાં અયોધ્યાને સુંદર બનાવવા તેમજ અહીં પ્રવાસ પર્યટન વિકસાવવાના કામની ચર્ચા કરી હતી. એક ડિજિટલ લાયબ્રેરી, લેન્ડ સ્કેપીંગ, કાંસાની ભગવાન રામની 221 મીટર ઊંચી પ્રતિમાની સ્થાપના, વિશાળ પાર્કિંગ સ્લોટ વગેરે મુદ્દાની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

મીરપુર ગામમાં 440.46 કરોડના ખર્ચે 61.3,807 હેક્ટર જમીન ખરીદવાના પ્રસ્તાવને રાજ્ય પ્રધાનમંડળે બહાલી આપી દીધી હતી. પર્યટન વિકાસ વિસ્તારના નામે વારાણસી કેન્ટ વિસ્તારને બે ભાગમાં વહેંચી દેવાનો પ્રસ્તાવ પણ આ બેઠકમાં ચર્ચાયો હતો.

રાજ્યના મુખ્ય સચિવ (માહિતી ખાતું ) અવનીશ અવસ્થીએ મિડિયાને કહ્યું હતું કે રામની મૂર્તિની કુલ ઊંચાઇ 221 મીટરની હશે જેમાં 151 મીટરની મૂર્તિ અને તેની ઉપર 20 મીટરનું છત્ર રહેશે.મૂર્તિના આધાર (પાયા) રૂ. 50 મીટર જમીન વપરાશે. આમ કુલ ઊંચાઇ 221 મીટરની થશે.

Download Our B K News Today App



Related News