ડીસામાં રામનવમી નિમિત્તે શ્રીરામની શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 10:26:18
  • Views : 419
  • Modified Date : 2019-04-15 10:26:18

હિન્દુઓના આરાધ્ય દેવ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો આજે જન્મ દિવસ છે ત્યારે દર વર્ષે ડીસા ખાતે પણ રામ નવમી પ્રસંગે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવે છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ શહેરના રામજી મંદિરથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.ડીસા શહેરના પ્રાચીન એવા રામજી મંદિરથી નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રા રિસાલા ચોક થઈ એસ.સી.ડબલ્યુ. ચાર રસ્તા, અંબિકા ચોક, લાયન્સ હાલ, સાઈબાબા મંદિર થઈ નિજ મંદિર પરત પહોંચી હતી. ડીસામાં આજે નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામની આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યા ભાવિક ભક્તો પણ જોડાયા હતા.


Download Our B K News Today App



Related News