રાજ્યસભા: કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલશે અખિલેશ યાદવ, કોંગ્રેસમાંથી આપી દીધું છે રાજીનામું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-25 13:55:53
  • Views : 290
  • Modified Date : 2022-05-25 13:55:53

 



કોંગ્રેસને લાગ્યો સૌથી મોટો ઝટકો

કપિલ સિબ્બલે રાજીનામુ આપી અખિલેશ સાથે ગયા

અખિલેશે રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો

 


કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને તેની સાથે જ તેઓ સમાજવાદી પાર્ટીમાં સાથે જોડાઈ ગયા છે. સિબ્બલે સપાની કિટિક પરથી રાજ્યસભામાં જવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. બુધવારે લખનઉમાં સિબ્બલે પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 16મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સિબ્બલના ઉમેદવારી પત્ર ભરતી વખતે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવ પણ હાજર રહ્યા હતા. 

 

આઝમ ખાનની નારાજગી દૂર કરવામાં મદદ મળશે

2016માં સિબ્બલને તત્કાલિન સત્તાધારી સમાજવાદી પાર્ટી દ્વારા સમર્થિત કોંગ્રેસ ઉમેદવાર તરીકે યુપીમાંથી રાજ્યસભા માટે મોકલવામાં આવ્યા હતા. કપિલ સિબ્બલને લઈને એવું પણ માનવામાં આવે છે કે, અખિલેશ આ અવસરે આઝમ ખાનની અપેક્ષા અને છૂટા થયા બાદના હાવભાવમાં તાલમેલ બેસાડવા માગે છે. આઝમ ખાને જેલથી બહાર આવ્યા બાદ કહ્યું હતું કે, મારો વિનાશ જ મારા હાથે છે. ત્યારે આવા સમયે જો સિબ્બલ સપાની મદદથી રાજ્યસભા જાય છે, તો ચોક્કસથી આઝમની નારાજગી દૂર કરવામાં મદદગાર સાબિત થશે. સાથે જ સમાજવાદી પાર્ટીને એક મોટા નેતા અને કાયદાકીય સલાહકાર પણ મળી જશે.

 

સપાને મળ્યો મોટો સપોર્ટ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ હવે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે, અને અખિલેશ યાદવ તેમને રાજ્યસભામાં મોકલી રહ્યા છે. તેથી સપાને હવે એક ખ્યાતનામ વકીલ મળી ગયા છે અને રાજ્યસભામાં એક બુલંદ અવાજ પણ મળી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, કપિલ સિબ્બલ સપા નેતા આઝમ ખાનનો પણ કેસ લડી રહ્યા છે. તો આવો જાણીએ કપિલ સિબ્બલ કોર્ટમાં એક સુનાવણીની કેટલી ફી વસૂલે છે. 

 

એક કેસની આટલી ફી વસૂલે છે કપિલ સિબ્બલ

મિંટમાં 2015માં આપેલી જાણકારી અનુસાર પૂર્વ કાયદા મંત્રી કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં એક વાર હાજર થવાના લગભગ 8થી 15 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં દર સુનાવણી માટે 20-25 લાખ રૂપિયાની ફી વસૂલે છે. તો વળી હાઈકોર્ટમાં 9થી 16 લાખ રૂપિયાનો ચાર્જ વસૂલે છે. આપને જણાવી દઈએ કે, કપિલ સિબ્બલને વકીલાત વિરાસતમાં મળી છે. તેમના પિતા દેશના પ્રખ્યાત વકીલ હતા. 
 

સમાજવાદી પાર્ટીએ આટલા લોકોને મોકલશે રાજ્યસભા

સમાજવાદી પાર્ટી રાજ્યસભા ચૂંટણીમાં કપિલ સિબ્બલ, ડિમ્પલ યાદવ અને જાવેદ અલી ખાનને પોતાના ઉમેદવાર બનાવવા જઈ રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે વિધાનસભા પહોંચી ચુક્યા છે. તેમની સાથે કપિલ સિબ્બલ અને પ્રોફેસર રામગોપાલ યાદવ પણ હાજર રહ્યા હતા. 

કપિલ સિબ્બલ હાલમાં કોંગ્રેસમાં છે. ત્યારે આવા સમયે સિબ્બલને સમાજવાદી પાર્ટી તરફથી એક મોટુ ઈનામ માનવામાં આવી રહ્યું છે. તો વળી સુપ્રીમ કોર્ટમાં આઝમ ખાનના વકીલ પણ છે. ખાને આ અગાઉ મંગળવારે કહ્યું હતું કે, જો પાર્ટી તેમને રાજ્યસભા મોકલવામાં માગે છે, તો સૌથી વધારે ખુશી થશે. 


સપામાંથી બીજૂ નામ કામરેડ જાવેદ અલી ખાનનું છે. રાજ્યસભામાં તેમનો આ બીજો કાર્યકાળ હશે, જાવેદ અલી ખાનને પ્રોફેસર રામ ગોપાલ યાદવના ખાસ માનવામાં આવે છે. આ અગાઉ તેઓ રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે

 

Download Our B K News Today App



Related News