રાજ્યપાલ પાસે પહોંચી BJP, કહ્યું- તાત્કાલિક થાય વિશ્વાસમત પર વોટિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 17:49:38
  • Views : 390
  • Modified Date : 2019-07-18 17:49:38

કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'જો અમે વિશ્વાસમત પર આગળ વધીએ છીએ, વ્હિપ લાગૂ થાય છે, અને એ (બળવાખોર ધારાસભ્યો) સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગૃહમાં નથી આવતા તો, ગઠબંધન સરકારને ઘણું નુકશાન થશે.' બીજેપી પ્રતિનિધિમંડળે કર્ણાટકના રાજ્યપાલને મુલાકાત કરી આગ્રહ કર્યો કે વિશ્વાસમત પર તાત્કાલિક વોટિંગ કરવામાં આવે. કોંગ્રેસ-JDS સરકાર જાણી જોઇએ વોટિંગ ટાળવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે કર્ણાટક વિધાનસભામાં કહ્યું કે, પૂર્વ મુખ્યમત્રી હોવાને નાતે, વિપક્ષનો નેતા હોવાના નાતે તદે (બીજેપીના નેતા બી.એસ.યેદીયુરપ્પા) દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે કર્ણાટકમાં વિશ્વાસ મત પહેલા ચર્ચા દરમિયાન કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી દ્વારા હોબાળો મચાવવાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર બની છે, ત્યારથી જ આ સરકાર પર ખતરો મંડરાયેલો છે. જો કે કોંગ્રેસ જેડીએસ ધારાસભ્યોના રાજીનામા બાદથી કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીની ખુરશી પર જોખમ વધારે વધી ગયું છે. એવામાં હવે વિશ્વાસ મતની નોબત આવી ચુકી છે. રાજનીતિજ્ઞોનો દાવો છે કે કર્ણાટક સરકાર પડી શકે છે. 

Download Our B K News Today App



Related News