મગફળીના 1055ના બદલે 1200 આપવા રાજકોટ કિસાન સંઘની માંગ, કલેક્ટરને આવેદન આપે તે પહેલા 18ની અટકાયત

  • Published By :
  • Published Date : 2020-09-11 13:43:37
  • Views : 326
  • Modified Date : 2020-09-11 13:43:37

      રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1055 રૂપિયા જાહેર કર્યા છે. પરંતુ રાજકોટ કિસાન સંઘ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને 1055ને બદલે 1200 રૂપિયા રાખવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. ખેડૂતો અને રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ સુત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ કલેક્ટરને આવેદન આપે તે પહેલા જ પોલીસે કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતો સહિત 18ની અટકાયત કરી હતી.કિસાન સંઘે રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને વધુ ભાવ આપવા અને ટેકાના ભાવે મગફળી નવરાત્રિના સમયે ખરીદી કરવાની માંગ કરી હતી. કિસાન સંઘ ખેડૂતો અને પશુપાલકો સાથે થતા અન્યાયને લઈને આવેદનપત્ર આપવાના હતા. તેમજ ખેડૂતો અલગ અલગ પ્રશ્નો અને પશુપાલકોને સહાયના મુદ્દાઓનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ખેડૂતો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, આજથી ગણતરી કરો એટલે પુરા 70 દિવસનો સમય થયો. પરંતુ સામાન્ય રીતે ટૂંકા સમયની મગફળીની જાતો તો હાલ નીકળવા લાગી છે. હાલ માર્કેટિંગ યાર્ડોમાં પ્રતિ દિવસ આઠથી દસ હજાર ગુણી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. મગફળીની આવક વધતા જ મગફળીના ભાવ નીચે આવી જશે અને વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થશેએક મહિના પછી ખેડૂતોના હાથમાં મગફળીનો તૈયાર પાક હાથમાં આવી જશે. જો હવે પછી વરસાદનું કોઈ વિઘ્ન ન ત્રાટકે તો ખેડૂતોએ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ લેવા માટે શું એક-દોઢ મહિનો ઘરમાં માલ ભરી દેવાનો? સુખી સંપન્ન ખેડૂતો માટે તો ઠીક છે પરંતુ નાના અને મધ્યમ ખેડૂતો માટે માલની ધારણ કરવી તે આ કોરોના કાળમાં અઘરી થઈ પડશે..

Download Our B K News Today App



Related News