રાજકોટમાં 20 વર્ષથી ચાલે છે શેરી શાળા, બાળમજૂરોને મજૂરી કામમાંથી છોડાવીને તેને શિક્ષિત કરવામાં આવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-05 13:26:25
  • Views : 372
  • Modified Date : 2020-09-05 13:26:25

       આજના સમયમાં જ્યારે શિક્ષણ એક વેપાર થઈ ગયો છે. વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવાય છે ત્યારે આવી પરિસ્થિતિમાં રાજકોટમાં છેલ્લા વીસ વર્ષથી શેરી શાળા ચાલે છે.જ્યાં મજૂરીકામે જતા હોય તેવા બાળમજૂરોને મજૂરી કામ છોડાવીને તથા આર્થિક રીતે પછાત હોય તેવા વાલીઓના બાળકોને શિક્ષિત કરવામાં આવે છે. અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત રામનાથપરા ખાતે કાર્યરત આ શેરી શાળાની મુલાકાત માટે અને બાળકોને અભ્યાસ કરાવવા કવિ, પ્રોફેસર, ડોક્ટર, વકીલ વગેરે આવે છે. અહીં બાળકોને શિક્ષિત તો કરાવવામાં આવે છે સાથો સાથે તેને જાહેર જીવનમાં કેવી રીતે રહેવાય,પરિવારમાં કેવી રીતે મદદરૂપ બનાાય તેની તાલીમ આપવામાં આવે છે.અહીં અભ્યાસ માટે આવતા બાળકોને ભોજન પણ આપવામાં આવે છે. આ શેરી શાળામાં અત્યાર સુધી 500 થી વધુ બાળકો સાક્ષર થયા છે અને તેઓ પોતાની રીતે પગભર બન્યા છે. બાળકોના પરિવારજનોને કોઈ આર્થિક બોજ ન આવે તે માટે તેઓને પેન,પેન્સિલ,સ્ટેશનરી સહિતની ચીજવસ્તુ પણ અહીંથી જ આપવામાં આવે છે.લોકડાઉનમાં મજૂરીકામ બંધ થતા બાળકો અને તેના પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ બની. આવા સમયમાં તેઓને બહાર ખાવા માટે હેરાન ન થવું પડે તે માટે બધાને રાશનકિટ આપવામાં આવી. અને શેરી શાળામાં જ્યારે સમય મળે ત્યારે માતાપિતાને પણ ભણતરનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. અખિલ હિન્દ મહિલા પરિષદની બહેનો શેરી શાળાનું સંચાલન કરે છે. 

Download Our B K News Today App



Related News