રાજકોટના ઉદ્યોગસાહસિકે 18 દિવસમાં માસ્કનું મશીન બનાવ્યું, N-95 માટે હવે ચીન પર નિર્ભર નહીં રહેવું પડે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 13:58:24
  • Views : 382
  • Modified Date : 2020-09-20 13:58:24

          રાજકોટના ઉદ્યોગપતિએ લોકડાઉનમાં જ ચીનની મોનોપોલી તોડી નાખી છે. કોરોનાની મહામારીને કારણે એન-95 માસ્ક મોંઘા મળવા લાગ્યા. માસ્ક બનાવવાના મશીનની ડિમાન્ડ વધી. તેના ભાવો પણ આસમાને પહોંચ્યા. આ પરિસ્થિતિ જોઈને રાજકોટના ઉદ્યોગપતિ અાશિષભાઈ બારૈયાએ ઘરઆંગણે બનતા પાર્ટસની મદદથી મશીન બનાવવાની શરૂઆત કરી. 18 દિવસમાં આખું મશીન તૈયાર થયા બાદ તેને પોતાની મહેનત ચાલુ રાખી અને 2 મહિનામાં 11 મશીન બનાવ્યા.અન્ય રાજ્યોમાં લોકડાઉન હોવાથી રો-મટિરિયલ્સ અને મજૂરો નહીં મળતા તેને સ્થાનિક લોકો અને પાર્ટસની મદદથી આખું મશીન તૈયાર કર્યું છે.આશિષભાઈ બારૈયા જણાવે છે કે, તેઓ પહેલેથી જ હાઈડ્રોલિક મશીન બનાવવાનું કામ કરે છે. જેની મદદથી ઓટોમોબાઈલ્સના પાર્ટસ બનાવી શકાય છે.તેની ડિઝાઈન તૈયાર કરી શકાય છે. ભારતમાં પણ એન-95 માસ્ક બનાવવા માટે ચીન પર આધારિત રહેવું પડતું હતું. કારણ કે, આ પ્રકારના મશીનો અહીં બનતા નહોતા. ત્યારે રાષ્ટ્રને પરોક્ષ રીતે મદદરૂપ બની શકાય તે માટે એન-95 માસ્કના મશીન બનાવવાનું બીડું ઝડપ્યું. ઈનહાઉસ રિસર્ચ શરૂ કર્યુ. જેમાં આ કામગીરીમાં સફળતા મળશે તેવું લાગ્યું. લોકડાઉનમાં અન્ય રાજ્યોમાંથી માલ મળતો નહોતો ત્યારે ઘરઆંગણે બનતા પાર્ટસની મદદ લીધી અને આખું મશીન તૈયાર કર્યું. લોકડાઉન હોવાથી મજૂરો નહોતા મળતા તો નાના મોટા કામ માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી આપીને તેની મદદ લીધી.ઉલ્લેખનીય છે વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનો વાઇરસના સંક્રમણથી બચવા માટે સારી ગુણવત્તાના માસ્કને સૌથી અસરકારક ઉપાય જાહેર કર્યો હતો. માસ્ક પહેરવાથી સંક્રમણની શક્યતા 95% ઘટે છે. માસ્કના ઉત્પાદનમાં માર્ચ પહેલાં એવી સ્થિતિ હતી કે ભારતે આયાત કરવી પડે પણ વર્તમાન સ્થિતિ એવી છે કે ભારત હવે માસ્કની નિકાસ કરી શકે એમ છે. આ માટે સરકારની મંજુરીની રાહ જોવાઈ રહી છે.નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોરોનાને પગલે કેન્દ્ર સરકારે માસ્કની તંગી સર્જાય નહીં એ માટે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ હવે દેશમાં માસ્કનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.એટલું જ નહીં હવે આપણે માસ્કની નિકાસ કરી શકવાની સ્થિતિએ પહોંચી ચૂક્યા છે.એન-95 માસ્ક બનાવવા માટેના જે મશીન માટે સામાન્ય રીતે ચીન,તાઈવાન અને કોરિયા પર જ નિર્ભર રહેવું પડતું હતું. ત્યાં બનતા મશીનની કિંમત એક કરોડ કરતા વધુ હતી. ત્યારે સ્થાનિક અને મેડ ઈન ઈન્ડિયા પાર્ટસની મદદથી આ મશીન રૂ. 55 લાખમાં બન્યું છે.

Download Our B K News Today App



Related News