રાજકોટના મુસ્લિમ સંગીતકારે પાકિસ્તાનના વાજીદ અલી તાફુની સાથે મહાદેવજીનું ભજન તૈયાર કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 16:13:07
  • Views : 464
  • Modified Date : 2020-08-25 16:13:07

      ગુજરાતના 21 કલાકારોને સાથે લઇને નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ રે અલગ રીતે રચનાત્મક ગીતની રચના કરનાર રાજકોટના મુસ્લિમ સંગીતકારે સોહિલ બ્લોચે પાકિસ્તાનના ખ્યાતનામ વાજીદ અલી તાફુને સાથે રાખીને મહાદેવજીનું ગીત તૈયાર કર્યુ છે.જે હવે લોન્ચ થશે. રાજકોટના યુવાને ગીત તૈયાર કરવામાં ટેક્નોલોજીની મદદ લીધી છે.રાજકોટના સંગીતકાર સોહિલ બ્લોચ જણાવે છે કે, આ પહેલો કિસ્સો હશે કે, મહાદેવના ભજનની આરાધના હિન્દુસ્તાન અને પાકિસ્તાનના મુસ્લિમ કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જ્યારે તેને આ ભજન કમ્પોઝ કર્યું ત્યારે તેમને તબલાના તાલ માટે કોઇ ખાસ કલાકાર નક્કી કરવાના હતા. કારણ કે, આ ભજનના ટ્રેકની સ્પીડ 138 હતી. પાકિસ્તાનના ખ્યાતનામ તબલા આર્ટિસ્ટ જેને ભારતના દરેક તબલાવાદક આઈડોલ માને છે એવા વાજીદ અલી તાફુનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કર્યો અને તેમણે તુરંત જ આ પ્રસ્તાવ સ્વીકાર્યો. પોતે આ ગીત તૈયાર કરીને મેલના માધ્યમથી વાજીદ અલી તાફુને રચના મોકલી અને તેમણે રીધમ આપતા આખું ભજન તૈયાર થયું છે.સંગીત અરબાઝ તાફુએ આપ્યું છેસોહિલ બ્લોચ એક વર્ષ પહેલા ગોંડલ પાસે આવેલ પડવલા ગામ માટે આશાપુરા માતાજીની સ્તુતિનું સ્વરાંકન આપ્યું હતું. જેમાં બોલિવૂડના ખ્યાતનામ કલાકાર ઉષા મંગેશકર અને અનુરાધા પૌંડવાલ પાસે પણ ગવડાવ્યું હતું. સોહિલ બ્લોચ રાજકોટ એસ.એન.કે શાળામાં મ્યુઝિક ટીચર તરીકે ફરજ બજાવે છે.તેઓને સંગીતનો વારસો પિતા યુસુફભાઇ એટલે કે (ઉર્ફે કમલભાઇ )તરફથી મળ્યો છે. સોહીલ બ્લોચ પિતાનો આ વારસો આગળ લઇ જવા માટે કટ્ટીબધ્ધ છે.

Download Our B K News Today App



Related News