ગોવાથી ટેકઓફ થયેલું સી-પ્લેન કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચ્યું, 31મીએ PM મોદી તેમાં કેવડિયાથી અમદાવાદ પહોંચશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 13:20:07
  • Views : 415
  • Modified Date : 2020-10-26 13:20:07

            વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક સી પ્લેન પ્રોજેક્ટ પણ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આ સી-પ્લેન આજે મધ્યાહને કેવડિવા પહોંચ્યું છે. કેવડિયાસ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની જેટીએ સી-પ્લેન ઉતર્યું છે. ગોવાના વોટરડ્રોમથી સી-પ્લેને ઉડાન ભર્યાની માહિતી તેવી સરદાર સરોવર નર્મદા નિગમના એમડી અને એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને આપી હતી. સાથે ઉડાન ભરતા સી-પ્લેનનો વીડિયો શેર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સી-પ્લેનમાં જ કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ જશે.આજે સવારે રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, સી પ્લેન ગોવા વોટરડ્રોમથી કેવડિયા રવાના થયું. સંભવતઃ મધ્યાહને સરદાર સરોવર પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે ભારતના ઈતિહાસમાં પ્રવાસન અને સિવિલ એવિએશનમાં નવા અધ્યાયની શરૂઆત થશે.સી-પ્લેન આજે સોમવારે અમદાવાદ આવી પહોંચશે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે.. અહીં આવ્યા પછી સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સી-પ્લેનમાં જશે.ગઈકાલે ડો. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વિટ કરીને એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, કેવડિયા આવવા માટે સી-પ્લેન માલદીવ્સના માલેથી ટેકઓફ થયું છે. રેગ્યુલર સી પ્લેન સર્વિસ દિવસમાં 4 વખત સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુઓફ યુનિટીને જોડશે. આ યોજનાથી કેવડિયા ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ સ્પોટ બનશે.અમદાવાદ સાબરમતી નદીમાં સી પ્લેન ઉતારવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ માટે એર ટ્રાફિક કંટ્રોલના ટેસ્ટિંગની સાથે ઇન્ટરનેશનલ સ્તરના સી એરપોર્ટની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દાણીલીમડાથી જમાલપુર વચ્ચેની નદીમાં ગુજરાતનું સૌ પ્રથમ સી પ્લેન લેન્ડ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનથી કેવડિયા જવાના છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ નદીમાં તેમજ વોટર એરોડ્રામ પર હાલ થ્રિ લેયર સિક્યુરિટી છે તેમજ આખરી તબક્કામાં જ્યારે વડાપ્રધાન આવે ત્યારે એન.એસ.જી લેવલની સિક્યુરિટી ચાર્જ લેશે.સી-પ્લેન અમદાવાદથી કેવિડયા રૂટ પણ ઉડાન યોજના હેઠળ આવે છે, ત્યારે આટલું ભાડું હોવાથી સામાન્ય માણસને સી-પ્લેનની મુસાફરીનો લાભ આપવાનો હેતુ સિદ્ધ થવા અંગે શંકા છે. દરમિયાન દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.નર્મદા ડેમના તળાવ નંબર 3 પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. ફ્લોટિંગ જેટી ને તળાવ માં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં જે ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી જે બનવાની છે જે 24 મીટર બાય 9 મીટર ની છે જે જમીન થી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. જેની કેપેસિટી 65 ટનનો ભાર લઈ શકે છે સાથે તળાવના 3 કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે. જેના થકી સી પ્લેન જેના માર્કિંગ પ્રમાણે જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને કોઈ દુર્ઘટના ન ઘટી શકે. હાલ જેટી તેમજ વોટર એરોડ્રામનું કામ હવે પૂર્ણતાને આરે છે અને હવે સી પ્લેન આવ્યા બાદ તેની ટેસ્ટ રાઈડ થશે.કેન્દ્રની ઉડાન યોજના હેઠળ રીજનલ કનેક્ટિવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવા રૂટ પર ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે. ઉડાન યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ યોજનામાં આવતા રૂટ પર 1500થી 2500 સુધીનું ભાડું હોય છે. વધારામાં અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ રૂ.2500-3000ની આસપાસ છે, પરંતુ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે.

Download Our B K News Today App



Related News