ઈટલીના 16 પર્યટક કોરોના પોઝિટીવ, આ લોકો રાજસ્થાનના 6 જિલ્લામાં 8 દિવસ ફર્યા, જે 6 હોટલમાં રોકાયા તેના રૂમ સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 17:32:55
  • Views : 405
  • Modified Date : 2020-03-04 17:32:55

ઈટલીથી ભારત ફરવા આવેલા 26 લોકોના ગ્રુપમાંથી 16માં કોરોના વાયરસની પૃષ્ટિ થઇ છે. તેમને પ્રવાસ કરાવનાર ડ્રાઇવર પણ વાયરસથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે ગ્રુપના બધા લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ભાસ્કરની તપાસમાં જાણવા મળ્યું છેકે ઈટલીના 26 પર્યટકોનું ગ્રુપ રાજસ્થાનના 6 જિલ્લાઓમાં 8 દિવસ સુધી પ્રવાસમાં હતું. આ દરમિયાન આ લોકો 6 હોટલમાં રોકાયા હતા. આ દરેક હોટલના રૂમ સીલ કરી દેવામાં આવ્યા છે. હોટલ પ્રશાસનને નિર્દેશ આપવામાં આવ્યા છે કે આ હોટલમાં કોઇ અન્ય વ્યક્તિને રૂમ આપવામાં ન આવે. આ પર્યટકોના સંપર્કમાં આવેલા હોટલના સ્ટાફ અને અન્ય લોકોને 28 દિવસ સુધી સર્વેલન્સમાં રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.21 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રાજસ્થાનમાં ફર્યા

ઈટલીમાં આ ગ્રુપમાં 23 પર્યટકો, એક ડ્રાઇવર, એક હેલ્પર અને એક ગાઇડ સામેલ છે. આ ગ્રુપ 21 ફેબ્રુઆરીએ સૌથી પહેલા ઝુંઝનૂ પહોંચ્યું હતું. અહીં તેઓ કેસલ મંડાવા હોટલમાં રોકાયા હતા. ત્યારબાદ 22ના બીકાનેરની ગજકેસરી હોટલમાં રોકાયા હતા. 23 અને 24 તારીખે જેસલમેરની હોટલ રંગમહેલમાં એક રાત રોકાયા હતા. ત્યારબાદ જોધપુર ગયા અને હોટલ પાર્કમાં રોકાયા. ત્યારબાદ 26 તારીખે ઉદયપુરમાં ટ્રાઇડન્ટ હોટલમાં રોકાયા હતા. 28 તારીખે આ લોકો ઉદયપુરથી જયપુર ગયા હતા.

આ પર્યટનસ્થળોએ તેમણે મુલાકાત લીધી
ઝુંઝનૂ: મંડાવામાં ચૌખાની લડિયા હવેલી, સરાફ હવેલી, રઘુનાથ મંદિર, ગોલ્ડન હવેલી.
ઉદયપુર: ફતેહસાગર, સજ્જનગઢ, સહેલિયો કી બાડી, સેલિબ્રેશન મોલ, બાપૂ બજાર, અશ્વિની બજાર ફર્યા. નાગદા, એકલિંગજી, જગદીશ મંદિર અને પીછોલામાં સવારી કરી.
જયપુર: સિટી પેલેસ, જંતરમંતર, હવા મહેલ, જલ મહેલ થઇને આમેર ગયા.
જોધપુર: ઉમેદ ભવન, જસવંત થડા, મેહરાનગઢ સિવાય અમુક સ્થળોએ ફરવા ગયા.
જેસલમેર: નથમલ હવેલી, પટવા હવેલી, સોનાર કિલો, મુખ્ય બજાર અને મિટ્ટી કો ધોરો સ્થળ પર ગયા.

પ્રવાસ દરમિયાન જ એડ્રી કાર્લીની તબિયત લથડી હતી
28 ફેબ્રુઆરીએ પ્રવાસ દરમિયાન જયપુર રોડ પર એડ્રી કાર્લીની તબિયત લથડી હતી. હોટલ રમાડા પહોંચતા સુધીમાં તેને તાત્કાલિક ફોર્ટિસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને એસએમએસ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. 29 તારીખે તેની કોરોના વાયરસ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ત્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ 2 માર્ચના સ્થાનિક લેબમાં તપાસ થઇ ત્યારે કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેની ખરાઇ 3 માર્ચે પૂણેની લેબ દ્વારા પણ કરવામાં આવી હતી. 3 માર્ચના એડ્રી કાર્લીની પત્નીમાં પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News