બંટીનો બૂટલેગર ગુડ્ડુ સાથે રાજકોટ જેલમાં પરિચય થયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 16:25:40
  • Views : 485
  • Modified Date : 2019-11-10 16:25:40

ચકચારી મયંક ટેલર હત્યા કેસમાં બંટી પંડ્યાને બે સાગરિતો સપ્લાય કરનાર અમદાવાદના બૂટલેગર ગુડ્ડુની સિટી પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછતાછમાં બંટી અને ગુડ્ડુનો રાજકોટ જેલમાં પરિચય થયો હતો, તેણે જ સગીર અને પ્રદિપ રાવતને મયંકની હત્યા માટે બંટી પાસે મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે. નવાપુરાના નાકે મયંક ટેલરની મંગળબજારના માથાભારે ચિરાગ અને સમીર ઉર્ફે બંટી પંડ્યાએ તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં મંગળબજારમાં વર્ચસ્વની લડાઇ અને મયંકના બંટીની પત્ની સાથેના આડાસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદનો પ્રદીપ રાવત અને એક સગીરની સંડોવણી પણ આવતાં ચારેય સહિત કુલ 6 જણની ધરપકડ કરાઇ હતી.

વર્ચસ્વ જમાવવા માટે પંડ્યા બંધુ અને મંયક ટેલર વચ્ચે વિવાદ વકર્યો હતો
હત્યા બાદ પંડ્યાબંધુઓ અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા બૂટલેગર ભાર્ગવ ઉર્ફે ગુડ્ડુ બાબુ રાવતના ઘરમાં રોકાયા હતાં. તપાસમાં હત્યામાં સંડોવાયેલો સગીર અને પ્રદીપ રાવતને ગુડ્ડુએ જ બંટીને આપ્યા હતાં. બંટી અને બૂટલેગર ગુડ્ડુ પાસા હેઠળ રાજકોટ જેલમાં સાથે હતા ત્યારે બંનેનો પરિચય થયો હતો. સિટી પોલીસે ભાર્ગવ ઉર્ફે ગુડ્ડુની ધરપકડ કરી 11મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. શહેરના મંગળબજાર વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાં માટે પંડયા બંધુ અને મયંક ટેલર વચ્ચે વિવાદ વકરયો હતો. આ વિવાદ ચરમસીમા પર પહોંચતાં પંડયા બંધુઓએ મયંકનું કાસળ કાઢવા માટે યોજના બનાવી હતી.

સિટી પોલીસ સ્ટેેશનના લોકઅપમાં ગુડ્ડુ સાથે વાતો કરતો તેનો મિત્ર પકડાયો
બૂટલેગર ભાર્ગવ ઉર્ફે ગુડ્ડુની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી સિટી પોલીસના લોકઅપમાં મૂક્યો હતો. શુક્રવારે અમદાવાદ જૂના વાડજની આંબેડકરની ચાલીમાં રહેતો પિયુષ ભરત રાવલ સિટી પોલીસ સ્ટેશનના લોકઅપમાં હાજર તેના મિત્ર ગુડ્ડુ સાથે વાતો કરતો હતો. એએેસઆઇ મહેશભાઇએ તમે કોની સાથે વાતચીત કરો છો તેમ કહેતા તે ઉશ્કેરાઇ જઇ તમે મને પૂછવાવાળા કોણ ? તેમ કહી બોલાચાલી કરી તેમની ફરજમાં રૂકાવટ કરી હતી. આ સંદર્ભે એએઆઇએ પિયુષ રાવલ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Download Our B K News Today App



Related News