રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની 12 મેડિકલ કોલેજમાં સીટોનો કરાયો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 14:03:09
  • Views : 459
  • Modified Date : 2019-07-23 14:03:09

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના પ્રશ્ન સામે નીતિન પટેલે ઇબીસી હેઠળ મેડિકલ કોલેજમાં વધારો કરવામાં આવેલી સીટની માહિતી રજુ કરી હતી. ગુજરાતમાં ડોકટરના ઘટ વિશે પણ નીતિન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. મેડિકલ સીટ વધવાને કારણે આવનાર સમયમાં ડોકટરની ધટ ઓછી થશે આવી ખાતરી પણ આપી હતી. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં સેવા આપનાર તબીબના ભથ્થામાં વધારવાની વાત કરી હતી

ગુજરાતની 12 મેડિકલ કોલેજોમાં 700 સીટોનો વધારોગુજરાતની 12 મેડિકલ કોલેજમાં 700 સીટોનો વધારો કરવામાં આવ્યો છે. હાલ ગુજરાતની મેડિકલ કોલેજમાં કુલ 5500 સીટ છે. આર્થિક અનામતના કારણે 700 સીટમાં વધારો થયો છે. ગુજરાતની 12 મેડિકલ કોલેજ જેમાં અમદાવાદ અને સુરત મનપા સંચાલિત કોલેજ, પાલનપુર, દાહોદમાં બ્રાઉન ફીડ હેલ્થ પોલિસી હેઠળ 2 મેડિકલ કોલેજ, GMERSની 8 મેડિકલ કોલેજ આવેલી છે. રાજ્ય સરકારે EWS હેઠળ 28 સીટની વધારાની માંગણી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 28ના બદલે 50 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ રાજકોટ અને ભાવનગર મેડિકલ કોલેજમાં 100 બેઠક મજૂર કરવામાં આવી છે.આરોગ્ય મંત્રીનું વિધાનસભા ગૃહમાં નિવેદન મેડિકલ પ્રવેશ મામલે આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગૃહમાં નિવેદન કર્યું છે. ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. 12 મેડિકલ કોલેજોમાં કુલ 600 બેઠકોનો વધારો થયો છે. મેડિકલ કોલેજોની કુલ 5500 બેઠકો થઇ છે. આ પ્રત્યેક મેડિકલ કોલેજમાં 50-50 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, પાટણ, ગાંધીનગર, જૂનાગઢ મેડિકલ કોલેજમાં બેઠકનો વધારો થયો છે. જ્યારે મહેસાણા, વલસાડ, પાલનપુરની મેડિકલ કોલેજમાં બેઠકમાં વધારો થયો છે. આર્થિક રીતે પછાત વર્ગના અનામતના અમલને લઈને બેઠકો વધારવાની માંગ કરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News