વરસાદી સિસ્ટમ ફંટાતા રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, 4 દિવસ બાદ સામાન્યથી ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 15:23:07
  • Views : 1134
  • Modified Date : 2020-08-25 15:23:07

      રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે આજે વરસાદી સિસ્ટમ ફંટાઈ હોવાનું રાજ્યના પ્રાદેશિક હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે. જેના પગલે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે આગામી ચાર દિવસ બાદ ફરી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છેઅમદાવાદમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ બાદ આજે વરસાદે વિરામ લીધો છે. વહેલી સવારે વરસાદ બાદ સવારમાં ઉઘાડ નીકળ્યો છે. આકાશ એકદમ સ્વચ્છ જોવા મળ્યું છે. તડકો નીકળતા કેટલાક જગ્યાએ ભરાયેલા પાણી સુકાયા છેરાજ્યમાં વરસાદને લઈ અમદાવાદ પ્રાદેશિક હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે જણાવ્યું છે કે, વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી ફંટાઈ છે. 29 ઓગસ્ટએ ફરી વરસાદી સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદમાં ભારે વરસાદ આવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે. ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, મહેસાણા, સુરત, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં સરેરાશ 107 ટકા વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News