24 કલાકમાં 46 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ સુરત શહેરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:08:54
  • Views : 353
  • Modified Date : 2020-09-26 12:08:54

        થોડા દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર,દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ સુરત શહેરમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વલસાડ, વાપી, નવસારી, પંચમહાલ, નર્મદા, ભરૂચ, અમદાવાદ, ડાંગ, આણંદ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ થશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત,મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારીમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, નડિયાદ, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

Download Our B K News Today App



Related News