સૌરાષ્ટ્રમાં વરસાદ 150% તો કચ્છમાં 250%ની નજીક, ગીર જંગલમાં 9, સુત્રાપાડામાં 8, મેંદરડા અને રાજકોટમાં 6 ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 13:16:39
  • Views : 381
  • Modified Date : 2020-08-31 13:16:39

     રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રવિવારે રાજ્યના 141 તાલુકમાં 1થી 9 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 60 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ગીરના જંગલ વિસ્તારમાં 9 ઇંચ નોંધાયો છે. સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જંગલમાંથી નકળતી તમામ નદીઓમાં ઘોડાપૂર આવતાં કિનારા પરના ગામડાઓમાં પાણી ઘુસી ગયાં છે. નર્મદા ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડાતાં 52 ગામો અલર્ટ કરાયાં છે. કડાણા ડેમમાંથી પણ 4.27 લાખ ક્યૂસેક પાણી છોડાતાં મહી નદી છલોછલ વહી રહી છે. સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડમાં પણ આખો દિવસ વરસાદ પડ્યો હતોજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાની ડૉ. ડી.એસ. હિરપરાએ જણાવ્યું હતું કે, સુકારાને કારણે તલનો પાક નિષ્ફળ જશે. બાજરા-કપાસમાં ફૂલ ખરવાની શક્યતા. મગફળીમાં સતત પાણી ભરાઈ રહેતા પોપટા બંધાશે નહીં. પરિણામે તલનો પાક 50 ટકા, મગફળી-કપાસ 25 ટકા, બાજરામાં 40 ટકાનું નુકસાન જશે..

Download Our B K News Today App



Related News