રાજુલા પંથકમાં સતત બીજા દિવસે 1 કલાકમાં 2 ઈંચ વરસાદ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-22 14:42:45
  • Views : 428
  • Modified Date : 2020-09-22 14:42:45

       અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે 1 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાય ગયા છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન જેવી સ્થિતિ ઉભી થઈ છે. વરસાદના પગલે કપાસ, મગફળી અને તલ સહિતનો પાક નિષ્ફળ જાય તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.રાજુલા પંથકના ચારોડ્યા, વડલી, માંડરડી, ધારેશ્વર, રીંગણીયાળા, આગરીયા, જાપોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું છે. બીજી તરફ બજારમાં પાણી ભરાય ગયા હતાંબરવાળા તાલુકાના ટીંબલા ગામે નદી પર આવેલો કોઝવે તૂટી જતા ગામ લોકોને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. ટીંબલા ગામેથી બરવાળા તેમજ બોટાદ જવા માટે નદીમાં છાતી સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે. ઈમરજન્સી દરમિયાન પણ જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે. આ ગામનો કોઝવે 2 વર્ષ પહેલા તૂટી ગયો છે. ઉપરવાસમાં આવેલ ડેમો ઓવરફ્લો થતાં નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી નદી પર કોઝવે બનાવવા માટે ગામ લોકો માંગ કરી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News