દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 2 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-22 14:24:33
  • Views : 302
  • Modified Date : 2020-08-22 14:24:33

      સૌરાષ્ટ્રમાં વરસાદન ભારે આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં આજે સવારે 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે. વર્તુ ડેમના દરવાજા ખોલવામા આવ્યાં છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ અમરેલી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં આજે સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે. વહેલી સવારે 6થી 8 વચ્ચે માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા. પરંતુ 8 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. ડિઝાસ્ટર કચેરીના આંકડા મુજબ 8થી 10 વાગ્યા વચ્ચે 98 મીમી એટલે 4 ઈંચ વરસાદ પડી ગયો છે. બીજી તરફ ભારે વરસાદને કારણે ફરી વખત વર્તુ ડેમના 15 દરવાજા ત્રણ ફૂટથી ખોલવામાં આવ્યા છે. જેને લઈને કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ પાંચમી વખત બેટમાં ફેરવાઈ તેવી શક્યતા જોવા મળી રહી છેઅમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. રાજુલા, જાફરાબાદ, લુણસાપુર, કાગવદર, ભટવદર સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે બાબરામાં ધોધમાર વરસાદ પડતા બજારો અને રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે. આ સાથે જ ખેતરોમાં પાણી ભરાયા છે.

Download Our B K News Today App



Related News