દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં 6 અને વાપીમાં 4 ઈંચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-22 14:01:51
  • Views : 385
  • Modified Date : 2020-08-22 14:01:51

       હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 6 અને વાપીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.બંગાલની ખાડીમાં સક્રિય લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાઇને હવે ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. જેથી વરસાદની આ સિસ્ટમ મજબૂત થતાં ગુજરાત સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમા આગામી 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વલસાડ જિલ્લાના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ સાથે વલસાડ, વાપી, ધરમપુર, પારડી અને કપરાડા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉપરવાસમાં વરસાદ થતાં ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. જ્યારે ઉમરગામમાં મૂશળધાર વરસાદને લઈ નદી, નાળાઓ ઉભરાયા છે. ભાગડાવડાની ગ્રીન પાર્ક સોસાયટીમાં પણ ખુલ્લી જગ્યાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ભાગડાવડા ગામે નદી કિનારે બનાવેલી પ્રોટેક્શન વોલ ઔરંગા નદીના ધસમસતા પ્રવાહમાં ધરાશાયી થઈ જતાં આ પ્રોટેક્શન વોલને અડીને આવેલા ત્રણ જેટલા ઘરોને ભારે નુકસાન થયું છે.

Download Our B K News Today App



Related News