રાજ્યમાં 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ, કપાસ-મગફળીના પાકને નુકસાન, હજી બે દિવસ વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 14:25:24
  • Views : 412
  • Modified Date : 2020-10-19 14:25:24

        રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો ધ્રોલમાં 4.36 ઇંચ, ભાવનગરના સિહોરમાં 3.68 ઇંચ, રાજકોટનાં ગોંડલમાં 2.52ઇંચ, રાજકોટનાં ધોરાજી અને કોટડાસંઘાણીમાં બે ઇંચથી વધુ વરસાદ, રાજકોટ, જૂનાગઢના વંથલી, કચ્છના રાપર, જોડીયા ભાવનગરનાં ઘોઘા તથા ભાવનગરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.વિજાપુર તાલુકામાં સૌથી વધી બે ઈંચ, જોટાણા, બેચરાજી, વિસનગર અને કડી તાલુકામાં છુટા છવાયા ઝાપટા પડયાં હતા.હિંમતનગર અને પ્રંતિજમાં 01 ઈંચ વરસાદ પડયો હતો. બાયડ અને તલોદ પંથકમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હતો.બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતિવાડા, સુઈગામ સહિતના વિસ્તારમાં રવિવારે વરસાદી ઝાપટા પડયાં હતા. વરસાદના કારણે મગફળીના પાકને મોટુ નુકશાન જવાની ભીતી છે.કમોસમી વરસાદ થવાને લીધે ખેડૂતોને પાક ધોવાઈ જવાની કે બગડી જવાની ચિંતા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોએ વાવેલા મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ જવાનો ડર છે. કાપણી થઇ હોય એવી ખેત પેદાશ પલળતાં ગુણવત્તાને લઇ નુકસાન થઇ શકે. મગફળી કાપણીના તબક્કામાં છે, ખેડૂતોએ મગફળી હાર્વેસ્ટ કરેલી હોય એવામાં પવન સાથે વરસાદનું પાણી આવ્યું હોય ત્યાં ક્વોલિટીને માઠી અસર થઇ શકે છે.ચાસવડ- બાયફના કૃષિ વિજ્ઞાની મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઓછો પરિપક્વ અને નબળો કપાસ હશે તેવા કપાસનું ભિમરું ખરી પડવાનો ભય વધુ છે. પરિપક્વ થઈ ગયેલા કપાસને નુકસાન ઓછું. જ્યારે જે કપાસના ઝીંડવા ફૂટી ગયા હશે તે ભેજના સંગ્રહને કારણે કપાસ બગડી શકે. પણ ફરી જરૂરી માત્રમાં સૂર્યપ્રકાશ મળતો રહેશે તો નુકસાન ઓછું થશે.

Download Our B K News Today App



Related News