24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ બગસરામાં 4 ઈંચ વરસાદ નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-21 12:04:24
  • Views : 369
  • Modified Date : 2020-09-21 12:04:24

        થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર,દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં અડધાથી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ અમરેલીના બગસરા તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News