અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 15:20:57
  • Views : 708
  • Modified Date : 2020-09-15 15:20:57

      રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઇન્કમટેક્ષ, વાડજ, લાલદરવાજા, નેહરૂબ્રિજ, આશ્રમ રોડ, નવા વાડજ, ઉસ્માનપુરા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે સવારથી થઈ રહેલા બફારામાં લોકોને રાહત થઈ હતી. વરસાદ પડતાં શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.અરબી સમુદ્રમાં સર્જાયેલી અપર એર સરક્યુલેશન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારા તરફ આગળ વધ્યું છે, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદી ઝાપટાંથી હળવો વરસાદ પડશે. આગામી બે દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. 16, 17 અને 18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છ માં મધ્યમ વરસાદ આવી શકે છે. બંગાળની ખાડીમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અસર રહેશે.દક્ષિણી રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપર પણ એક હળવી સિસ્ટમ કાર્યરત થઈ છે. જેથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ વર્ષે અત્યાર સુધી 126 ટકા વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News