છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ, રાજ્યમાં 195 રસ્તાઓ અને 3 રૂટની ST બસ સેવા બંધ, 94 ડેમ હાઈ એલર્ટ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 15:32:13
  • Views : 827
  • Modified Date : 2020-08-18 15:32:13

    રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે 17 ઓગસ્ટની સવારે 6-00 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 192 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 95 તાલુકાઓ અડધા ઈંચથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવી અને મુન્દ્રામાં સાડા પાંચ ઈંચ, તાપીના વાલોડ અને આણંદના તારાપુરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદને પગલે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે અને પંચાયત સહિતના 195 રોડ બંધ છે. તેમજ રાજ્યની ST બસ સેવા 3 રૂટ પર બંધ રહી છે. ઉપરવાસના વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 21.08 મીટર પહોંચી છે. જ્યારે ભારે વરસાદના કારણે રાજ્યના 94 ડેમ હાઈ એલર્ટ પર છે.રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 79.44 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 132.35 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 112.47 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 69.31 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 62.03 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56.41 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં વરસી રહેલાં અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની ડેમની જળસપાટી 121.08 મીટર પર પહોંચી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં 54.06 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના ડેમોની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજની સ્થિતિએ કુલ 94 ડેમ હાઈ એલર્ટ ઉપર એટલે કે 90 ટકાથી વધુ ભરાયા, 10 ડેમ એલર્ટ ઉપર એટલે કે 80થી 90 ટકા ભરાયા અને 74 ડેમ વોર્નિંગ ઉપર એટલે કે 70થી 80 ટકા ભરાયા છે. તે ઉપરાંત 87 ડેમ 70 ટકાથી ઓછા ભરાયા છે.

Download Our B K News Today App



Related News