જુનાડીસા રેલ્વે ટ્રેક પરથી અજાણ્યા પુરુષની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 14:04:48
  • Views : 577
  • Modified Date : 2020-07-06 14:04:48

ડીસાથી ભીલડી તરફ જતી રેલવે લાઇન પર જુનાડીસાના સરયુનગર રેલવે ટ્રેક પર અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. પુરૂષનું ટ્રેનની અડફેટે મોત થયું છે કે આત્મહત્યા કરી છે તે અંગે તે જાણી શકાયું ન હતું. પરંતુ ડીસા તાલુકા પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી જઇ લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવી હતી. મૃતક યુવાને પીળા કલરનું શર્ટ પહેરેલ છે. આ લાશના વાલી વારસની જાણ થાય તો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન (02744 -221060) અને જુનાડીસા આઉટ પોસ્ટના હે.કો. બચુભાઇ ગેલોત 9879568748 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

Download Our B K News Today App



Related News