બારડોલીમાં રાહુલના પીએમ મોદી પર પ્રહાર કહ્યું, 'હું ખેડૂતોનો ચોકીદાર છું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 12:09:29
  • Views : 515
  • Modified Date : 2019-04-19 12:09:29

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બારડોલીના બાજીપુરા ખાતે એક જનસભામાં ઉપસ્થિત રહ્યાં. તેમણે દક્ષિણ ગુજરાતની બેઠકો પરથી વડાપ્રધાન મોદી પર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું વડાપ્રધાને રાફેલ કરતાં પણ વધુ ચોરી ગુજરાતના ખેડૂતોના પૈસામાંથી કરી છે. મોદીજી ખેડૂતોનું કેરોસીન લઈ ગયા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ તમને પૈસા નથી આપ્યા પરંતુ તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપ્યા છે. રાહુલે કહ્યું તમે ઉદ્યોગપતિના ચોકીદાર છો હું ખેડૂતોનો ચોકીદાર છું.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરના બોડેલી ખાતે એક સભા સંબોધી હતી. આ સભામાં તેમણે કહ્યું હતું કે ભાજપ ગુજરાતમાં 26 બેઠકો જીતશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત આપણું છે, અને નરેન્દ્ર ભાઈ પણ આપણા છે.  આપણે ગુજરાતની તમામ બેઠકો પર જીત અપાવવાની છે. બારડોલીમાં ભાજપે વર્તમાન સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે, તેમની સામે કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. દક્ષિણ ગુજરાતની અન્ય બેઠકો પર સુરતમાં ભાજપના દર્શના જરદોશ અને કોંગ્રેસ વતી અશોક અધેવાડા વચ્ચે જંગ છે. નવસારી બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ સી આર પાટીલને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે તેમની સામે ધર્મેશ પટેલને સીટ બેઠક આપી છે. વલસાડમાં કોંગ્રેસના જીતુ ચૌધરી સામે ભાજપના વર્તમાન સાંસદ ડૉ. કે.સી. પટેલનો જંગ છે, જ્યારે ભરૂચ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે યુવા નેતા શેરખાન પઠાણને ટિકિટ આપી છે.

Download Our B K News Today App



Related News