રાહુલ ગાંધીએ સાઉથ ઈસ્ટ એશિયાનો પ્રવાસ કર્યો રદ્દ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-09 16:15:20
  • Views : 97
  • Modified Date : 2023-12-09 16:15:20

તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધી તેની સાઉથ ઈસ્ટ એશિયા દેશોના પ્રવાસે જવાના હતા. જો કે રાહુલ ગાંધીએ અચાનક તેનો સાઉથ ઈસ્ટ એશિયાનો પ્રવાસ રદ કરી દીધો છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીક અણધારી પરિસ્થિતિને કારણે રાહુલ ગાંધીએ તેનો પ્રવાસ રદ કરી દીધો છે. જો કે પાર્ટી દ્વારા તો તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યુ. જો કે હિંદી બેલ્ટના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની કારમી હાર બાદ હાર પર મંથન જારી છે. એવા સમયે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસની જાહેરત ચર્ચામાં આવી છે.મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 9 ડિસેમ્બરે ઈન્ડોનેશિયા, સિંગાપોર, મલેશિયા અને વિયેતનામના પ્રવાસે જવાના હતા. રાહુલનો આ વિદેશ પ્રવાસ એવા સમયે થવાનો હતો. જ્યારે હાલમાં જ પાર્ટીને ત્રણ રાજ્યોમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે. અત્યારે સંસદનું શિયાળુ ચાલી રહ્યુ છે. આ ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનની બેઠકનું પણ આયોજન આવનારા દિવસોમાં થવાનું છે.આપને જણાવી દઈએ કે ચાર રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને દબાતા સૂરે સવાલ ઉઠાવી રહ્યા હતા. ચર્ચા એવી હતી કે જે સમયે રાહુલ ગાંધીને ત્રણ રાજ્યોમાં હારની જવાબદારી નક્કી કરવાની કામગીરીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેનો સાથ દેવો જોઈએ એવા સમયે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે.જો કે રાહુલ ગાંધીએ તેમનો વિદેશ પ્રવાસ રદ કરી દેતા હવે ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના સાથી દળોને રાહુલ પર બોલવાનો મોકો નહીં મળે. જો રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જતા તો તેઓ ભાજપના નિશાના પર આવી જતા, ત્યારે ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસે આ પ્રહારોથી બચવા માટે જ પ્રવાસ રદ્દ કર્યો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યાનુસાર રાહુલ ગાંધીની ઈન્ડોનેશિયા, સિંગાપોર, મલેશિયા અને વિયેતનામની યાત્રા મહિના પહેલા જ નક્કી થઈ ગઈ હતી. તે વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય સમુદાયના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા હતા.જો કે એવુ પ્રથમવાર બન્યુ છે કે રાહુલ ગાંધીએ તેમનો વિદેશપ્રવાસ રદ કર્યો છે. હાલ કોંગ્રેસ પાસે માત્ર ત્રણ રાજ્યોમાં સરકાર છે જ્યારે અન્ય બે રાજ્યોમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. હાલ કોંગ્રેસની તેલંગાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં સરકાર છે. જ્યારે તમિલનાડુમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. અને ઝારખંડમાં પણ કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. આ વખતે પાંચ રાજ્યોની ચૂંટણીમાં પૈકી ચાર રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે. એવા સમયે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે નીકળી જતા તો ભાજપ સહિતની પાર્ટીઓને બોલવાનો મોકો મળી જતો.રાહુલનો વિદેશ પ્રવાસ રદ કરવાનુ કારણ રાહુલ ગાંધી છબી સુધારવાનો પ્રયાસ પણ છે. લોકસભા પણ માથા પર છે ત્યારે અન્ય દળોમાં એવો પણ સંદેશ જતો કે રાહુલ ગાંધીને લોકસભાની તૈયારીઓની કંઈ પડી નથી. છેલ્લા 10 વર્ષમાં રાહુલ ગાંધીએ ચૂંટણીમાં હાર બાદ સીધા વિદેશ પ્રવાસે ઉપડી ગયા હોય તેવા પણ કિસ્સા સામે આવી ચુક્યા છે ત્યારે આ વખતે હારેલી કોંગ્રેસ રાહુલ ગાંધીની ઈમેજ બિલ્ડિંગ માટે ફુંકી ફુંકીને કદમ રાખી રહી હોય તેવુ લાગી રહ્યુ છે.વર્ષ 2015 થી છેલ્લા 8 વર્ષમાં રાહુલ ગાંધી ઓછામાં ઓછી 247 વખત વિદેશ પ્રવાસ કરી ચુક્યો છે. જે મોદી સરકારના જણાવ્યા મુજબ એક વર્ષમાં સરેરાશ 62 પ્રવાસો કર્યા છે. આ જાણકારી અમિત શાહે નવેમ્બર 2019માં સંસદમાં સ્પેશ્યિલ પ્રોટેક્શન ગૃપ પર ચર્ચા દરમિયાન આપી હતી.

Download Our B K News Today App



Related News