રાહુલ ગાંધીએ કાશ્મીરને ગણાવ્યો અંગત મુદ્દો, UNમાં પાક. રાહુલના નામનો ખોટો ઉપયોગ કરતાં હોવાનો કોંગ્રેસનો દાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 13:35:06
  • Views : 438
  • Modified Date : 2019-08-28 13:35:06

અનુચ્છેદ 370 ખતમ કર્યાના 23 દિવસ પછી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ખુલીને કાશ્મીર મુદ્દે તેમનો પક્ષ રજૂ કર્યો છે. બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, અમારા સરકાર સાથે ઘણાં મુદ્દાઓ વિશે મતભેદ હોઈ શકે છે પરંતુ એ સ્પષ્ટ છે કે, કાશ્મીર અમારો અંગત મુદ્દો છે. પાકિસ્તાન અહીં હિંસા ફેલાવવા માટે આતંકીઓને સમર્થન કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસે કહ્યું છે કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર રાહુલ ગાંધીના નામનો ખોટો ઉપયોગ કરી રહી છે.રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, હું આ સરકાર સાથે ઘણાં મુદ્દાઓમાં સમહત નથી પરંતુ એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે, કાશ્મીર અમારો અંગત મુદ્દો છે. તેમાં પાકિસ્તાન સહિત કોઈ પણ દેશે દખલગીરી કરવાની જરૂર નથી. જમ્મુ-કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ થઈ રહી છે. પાકિસ્તાન અહીં હિંસા ફેલાવવા માટે આતંકીઓને ઉશ્કેરી રહ્યા છે. સમગ્ર દુનિયામાં પાકિસ્તાનને આતંકીઓના સમર્થક માનવામાં આવે છે.પાકિસ્તાનની સરકાર રાહુલનું નામ લઈને ખોટો મેસેજ ફેલાવી રહી છે

બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, અમને એવા રિપોર્ટ્સ મળ્યા છે કે, પાકિસ્તાન સરકાર સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે તેમનું જુઠ્ઠાણુ સાબીત કરવા રાહુલ ગાંધીના નામનો ઉપયોગ કરી રહી છે. પાકિસ્તાન રાહુલ ગાંધીના નામે ખોટો મેસેજ ફેલાવી રહી છે. આ જ કારણ છે કે, રાહુલ ગાંધીએ સ્પષ્ટ ખુલાસો કરી દીધો છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.મોદીએ ટ્રમ્પને કહ્યું હતું- કાશ્મીર મુદ્દે અમે કોઈ દેશને કષ્ટ આપવા નથી માંગતાતાજેતરમાં જ બિયારિટ્ઝમાં જી-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યારપછી 26 ઓગસ્ટે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ ટ્રમ્પની સામે જ કહ્યું કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મુદ્દો છે અને અમે આ વિશે દુનિયાના કોઈ પણ દેશને કષ્ટ આપવા નથી માંગતા. કાશ્મીર મુદ્દે ત્રણ વાર મધ્યસ્થતાની ઓફર કરી ચૂકેલા ટ્રમ્પે કહ્યું કે, મોદી સાથે આ મુદ્દે ગઈ કાલે વાત થઈ હતી. તેમને વિશ્વાસ છે કે, કાશ્મીરની સ્થિતિ તેમના નિયંત્રણમાં છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન સાથે મળીને તેમની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.

Download Our B K News Today App



Related News