રાહુલ ગાંધીને તિરંગા કરતા વધારે પાકિસ્તાનની ચિંતા: સ્મૃતિ ઈરાની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 18:18:02
  • Views : 417
  • Modified Date : 2019-08-28 18:18:02

જમ્મુ-કાશ્મીર માટે ભાજપના ઘણા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ પર પ્રહાર કર્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન અને રાહુલ ગાંધીને પરાજિત કરનાર સ્મૃતિ ઈરાનીએ પણ તેમના પર પ્રહાર કર્યો કે રાહુલ ગાંધીને તિરંગા કરતા વધારે પાકિસ્તાનની ચિંતા છે. તેમણે કહ્યું કે જ્યારે દેશના ગૃહ પ્રધાન સંસદમાં બોલતા હતા કે તિરંગો એ આખા દેશનું બંધારણ છે, ત્યારે રાહુલ ગાંધીના સંકેતો અને સંદેશા મુજબ કોંગ્રેસ તરફથી અવાજો આવી રહ્યા હતા જે ભારતને વિભાજિત કરવાની કોંગ્રેસની માનસિકતાને પ્રતિબિંબિત કરતા હતા.સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનને રાહુલ ગાંધીનું સમર્થન મળી રહ્યું છે, તે પહેલાં પણ તેમના અનેક પ્રહારો કર્યા જે પાકિસ્તાને ગમ્યું હોય.આર્ટિકલ 370 અંગે રાહુલ ગાંધીના નિવેદનનો ઉપયોગ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને મોકલેલા પત્રમાં કર્યો હતો. આ પછી ભાજપના તમામ રાજકારણીઓએ કોંગ્રેસ પાર્ટી અને તેના પૂર્વ પ્રમુખ ઉપર પ્રહાર કર્યા છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીના નિવેદન અંગે સ્પષ્ટતા રજૂ કરતી વખતે કાશ્મીર મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે.


Download Our B K News Today App



Related News