પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પુવૅ આરોગ્ય મંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-16 17:17:08
  • Views : 726
  • Modified Date : 2020-03-16 17:17:08

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પુવૅ આરોગ્ય મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે સામવેદ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ત્રણ સો થી વધારે ગામોનાં લોકો દવાખાને રાધનપુર ખાતે આવતા હોય છે. ત્યારે રાધનપુરમાં સારી હોસ્પિટલ ના હોવાથી દવાખાના માટે બિમાર દૅદીને રાધનપુરથી પાટણ અથવા મેહસાણા જવું પડતું ત્યારે રાધનપુર ખાતે ડોક્ટર ખેતસીભાઈ ચોધરી, ડો વર્ષા પટેલ ડો ભરત ચોધરીના નવીન હોસ્પિટલ સામવેદ હોસ્પિટલ એન્ડ આઇ સી યુ નવીન હોસ્પિટલનું ઉદઘાટન બનાસ ડેરીના ચેરમેન અને પુવૅ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી હસ્તે કરવામાં આવ્યું હતુંજેમાં રાધનપુર સાંતલપુર સમી વારાહીના ડોકટર ,રાધનપુર મેડિકલ એસોસિયેશન, લેબોરેટરી એસોસિએશન, નર્સિંગ એસોસિએશન, કેમીસટ એસોસિયેશન,તેમજ સંતો,મહંતો અને મહાનુભવો હાજર રહ્યા હતા.રાધનપુરમાં ૨૪ કલાક આધુનિક સાધનોથી એસી હોસ્પિટલનું ઉદઘાટન થતાં રાધનપુર વિસ્તારમાં સારી સેવા મળી રહે તે માટે રાધનપુર વિસ્તારમાં લોકોમાં ખુશી જોવા મળી હતી અને આધુનિક હોસ્પિટલ બનતા પછાત વિસ્તારના લોકોને સારી સેવા મળી રહશે.

Download Our B K News Today App



Related News