ધાનેરામાં પાલિકા દ્વારા રોડનું કામ કરનારા લોકો જ માસ્ક વગર ફરતા લોકોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-10 11:32:33
  • Views : 367
  • Modified Date : 2020-07-10 11:32:33

 ધાનેરા  પાલિકા એકબાજું માસ્ક ન પહેરનારો લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરી તેમને દંડ પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા પારસનગરમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે તેમાં તમામ મજુરો માસ્ક વગર હોવાથી સોસાયટીના લોકોએ આ બાબતે ફોટા વાયરલ કર્યા હતા તેમજ એજ્યુફન સંસ્થા દ્વારા પણ કોઇએ માસ્ક ન પહેરેલ અને લોકોની ભીડ ભેગી કરી તેના ફોટા વાયરલ કરતાં પાલિકા હરકતમાં આવી જવા પામી છે.બીજીબાજુ પાલિકા દ્વારા બેવડી નિતી અપનાવવામાં આવતી હોવાની પણ બુમરાડ ઉઠવા પામી છે. આ અંગે ચિફ ઓફિસર એસ.એમ.અંસારીએ જણાવ્યું હતું કે ‘આ બન્ને બાબતે તપાસ કરવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવા માટે યોગ્ય અધિકારીને સુચના પણ અપાશે.

Download Our B K News Today App



Related News