કળિયુગી પુત્રે માતાની કરી કરપીણ હત્યા, કારણ જાણી તમને પણ લાગશે ધ્રાસકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 17:47:23
  • Views : 599
  • Modified Date : 2019-09-13 17:47:23

વાલોડ તાલુકાના રાનવેરી ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતા પાસે ખાવાનું માંગતા માતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. તેથી ઉશ્કેરાઈને પુત્રે પોતાની માતાની નિર્દયતાથી હત્યા કરી. વાલોડ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ વાલોડ ખાતે આવેલ રાનવેરી ગામના નિશાળ ફળીયામાં સુરીતાબેન(માતા) તેના બે દિકરા સાથે રહેતી હતી. જ્યારે એ જ ગામમાં સુરીતાબેનના પ્રથમ પતિ થકી થયેલ પુત્ર નામે આશીષભાઇ નવીનભાઈ ચૌધરી રહેતો હતો. સુરીતાબેન મજૂરી કામ કરીને ઘર ચલાવી હતી. કારણે કે 10 વર્ષ પહેલા તેમના પતિનું મોત થયું હતું. ગત રાત્રિએ જ્યારે સુરીતાબેન તેમના દિકરા સાથે જમવાનું જમી રહ્યા હતા. તે જ સમય આશીષ ત્યાં આવ્યો અને જમવાનું માંગ્યું હતું. ત્યારે માતાએ કહ્યું કે તારી માટે જમવાનું બનાવ્યું નથી. એવું સાંભળતા જ આશીષ ઉશ્કેરાયો હતો.આશીષે તેની માતા સાથે જોરદાર ઝગડો કર્યો હતો. ત્યારે બાદ આશીષ ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ થોડા સમય પછી તક જોઈને તે ફરી આવ્યો અને તેની માતા સુરીતાબેનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંક્યા હતા. જેના કારણે સુરીતાબેનનું મોત નીપજ્યું હતું. વાલોડ પોલીસ મથકે કુપુત્ર આશિષ સામે માતાની હત્યાનો ગુનો નોંધાયો છે. જ્યારે વાલોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News