ધાનેરામાં પૂરની ત્રીજી વરસી છતાં પૂરના સરકારી કામો અધૂરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 10:40:04
  • Views : 439
  • Modified Date : 2020-07-25 10:40:04

ધાનેરા તાલુકામાં 2017 ના પુરમાં સરકારી મિલકતોને ભારે નુકસાન થયું હતું. જેમાં સરકારી હોસ્પીટલના ક્વાટર્સની દિવાલો, શૌચાલયો વગેરે પણ પુરમાં તુટી જતા સરકારી હોસ્પીટલના ક્વાટર્સની દિવાલો ખંડેર સમાન ભાસી રહી છે. તેને હટાવવામાં કે નવા બનાવવામાં પણ આવતા નથી. જેના કારણે હોસ્પીટલના ક્વાટર્સના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી હોસ્પીટલના જે ક્વાટર્સ છે તે કંપાઉન્ડમાં 25 જેટલા પરીવારો રહે છે અને તેમની સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી પણ આવેલ હોવાથી અન્ય ઓફિસની સાધન સામગ્રી વધુ પ્રમાણમાં રહેતી હોય છે તેમજ લોકોનો આવરો પણ વધારે હોવાથી આવી ગંધકી જોઇને લોકો પણ પરેશાન થઇ રહ્યા છે માટે તાત્કાલીક આ દિવાલ બને તે જરુરી છે.‘પુરમાં દિવાલો પડી જતાં અસામાજીક તત્વો દ્વારા શાળામાં દારૂ જેવી કેફીયત વસ્તુઓ લાવીને પીતા હોય છે. તે વધેલ વસ્તુઓ ત્યાંજ નાખીને જવાથી અમારા બાળકો ઉપર પણ ખરાબ અસર થાય છે. રાત્રીના સમયે લોકો શૌચક્રિયા પણ કંપાઉમ્ડમાં કરે છે. આ દિવાલ બનાવવા અધિકારીઓને પણ લેખીત રજુઆતો કરી છે. આ કામ જલ્દી થાય તે જરૂરી છે

Download Our B K News Today App



Related News