પંજાબની માન સરકાર વિવાદમાં સપડાઈ, કેજરીવાલે કર્યું એવું કે આખો વિપક્ષ તૂટી પડ્યો, જાણો મામલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 11:20:07
  • Views : 282
  • Modified Date : 2022-04-13 11:20:07

 

પંજાબની માન સરકારનો નવો વિવાદ સપાટીએ આવ્યો

દિલ્હીના સીએમ કેજરીવાલે પંજાબના અધિકારીઓને મીટિંગ માટે બોલાવ્યાં

પંજાબના અધિકારીઓ સીએમની માનની ગેરહાજરીમાં દિલ્હી સીએમને મળવા ગયા

 

પંજાબની  ભગવંત માન સરકારને લઈને એક નવો વિવાદ સપાટીએ આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પંજાબના મુખ્ય સચિવ અને પંજાબ વીજળી વિભાગના મોટા અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માન ત્યાં હાજર નહોતા. સત્તાવાર રીતે તો મુખ્યમંત્રી વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી શકે છે પરંતુ આ કિસ્સામાં કેજરીવાલે દિલ્હીમાં પંજાબના અધિકારીઓ બોલાવ્યાંનું જાણમાં આવતા આખો વિપક્ષ તેમની પર તૂટી પડ્યો હતો. 

પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સહિત કોંગ્રેસ અને ભાજપે ભગવંત માન સરકારને સાણસામાં લીધી છે. આખા વિપક્ષે કેજરીવાલ પર પંજાબને બાનમાં લેવાનો આરોપ લગાવીને સીએમ ભગવંત માનને રબર સ્ટેમ્પ ગણાવી દીધા છે. 

 

અરવિંદ કેજરીવાલે પંજાબ પર કબજો જમાવી દીધો-અમરિન્દર 

અમરિન્દરે ટ્વિટ કરીને કહ્યું કે સૌથી વધારે ખરાબ ડર હતો, સૌથી વધારે ખરાબ થયું. અરવિંદ કેજરીવાલે પંજાબ પર કબજો જમાવી દીધો છે. ભગવંત માન રબ્બર સ્ટેમ્પ સીએમ છે. આ પહેલેથી નક્કી હતું. તેમણે કહ્યું કે હવે કેજરીવાલે દિલ્હીમાં પંજાબના અધિકારીઓ સાથે બેઠક કરીને આ વાત સાબિત કરી દીધું છે. 

 

કેજરીવાલનું પગલું ગેરબંધારણીય-બાજવા 
પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે પંજાબ સરકાર ચંદીગઢથી નહીં દિલ્હીથી ચાલી રહી છે. બે દિવસ પહેલા કેજરીવાલે પંજાબના મુખ્ય સચિવ, વીજળી સચિવને ફોન કર્યો હતો. આ ગેરબંધારણીય છે અને પંજાબ પર સીધો કાબુ છે. બાજવાએ કહ્યું કે સરકાર ગુનેગારોની સામે કાર્યવાહી કરી રહી નથી. 

માફી માફે માન અને કેજરીવાલ-સિરસા
ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હીના સીએમ કેજરીવાલ કઈ હેસિયતથી અધિકારીઓ સાથે બેઠક કરી. પંજાબ સરકારના અધિકારી મુખ્યમંત્રીની ગેરહાજરીમાં કેવી રીતે ગયા. શું સીએમ ભગવંત માનને આ બેઠકની જાણકારી હતી. જો હા હોય તો તેમને અને કેજરીવાલ બન્નેએ પંજાબના સન્માનને ઠેસ પહોંચાડવા માટે પંજાબી લોકોની માફી માગવી જોઈએ, આ અસ્વીકાર્ય છે. 

પંજાબ કોંગ્રેસ પ્રમુખનો હુમલો
પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દર સિંહ રાજાએ કહ્યું કે પંજાબના વરિષ્ઠ અધિકારી શું હવે કેજરીવાલ સાહેબના દરબારમાં હાજરી લગાવશે. શું પંજાબના સીએમ માન માત્ર દેખાવ પૂરતા સીએમ છે. 

 

Download Our B K News Today App



Related News