માસ્ક નહીં પહેરો તો દંડાશો:કોરોનાના કેસ વધતાં માસ્ક ફરજિયાત,નહીં પહેરો તો 1000નો ચાંલ્લો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 14:53:29
  • Views : 317
  • Modified Date : 2022-06-16 14:53:29

 

જિલ્લા કલેકટરે 15 જૂનથી 30 જૂન સુધી જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવા જાહેરનામું બહાર પાડ્યું,નહીં પહેરો તો દંડાશો

હેડકોન્સ્ટેબલથી ​​​​​​​એસપી સુધીને દંડ લેવાની સત્તા અપાઇ,જિલ્લામાં હાલ 6 એક્ટિવ કેસ

 

બનાસકાંઠામાં કોરોનાના કેસો વધતાં જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડી 15 જૂનથી 30 જૂન સુધી જાહેર સ્થળે ફરજિયાત માસ્ક પહેરવા તાકીદ કરી છે. જાહેર સ્થળે માસ્ક પહેરેલ ન હોય તેવી વ્યક્તિને એક હજાર સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.

 

જિલ્લામાં કોરોના કેસ આવતા ઘણા પરિવારોએ પોતાના પરિવારજન તેમજ ઘરના મોભીના જીવ ગુમાવ્યા છે તેમજ સરકારે લોકડાઉન કરવાની ફરજ ઉભી થઇ હતી. પરંતું કોરોના કેસ ઘટતા ફરીથી શહેર ધમધમતું થયું છે ત્યારે ફરીથી કોરોના કેસ આવતા જિલ્લા કલેકટર આનંદ પટેલ એ તા.15 જૂનથી 30 જૂન સુધી ફરજીયાત માસ્કનું અમલ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ કોઈ પણ વ્યક્તિ જાહેર જગ્યાએ હોય ત્યારે માસ્ક અથવા હાથ-રૂમાલ વડે મોઢા અને નાક પર આવરણ રાખવા તાકીદ કરી છે. ગૃહ શાખાએ જાહેરનામાની કોપી જાહેર કરી હતી.

 

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે" રાજ્યમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયું હોવાનું ધ્યાને આવતા તકેદારીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં માસ્કની અમલવારી ફરજિયાત કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ થી માંડી એસપી સુધી જાહેર સ્થળે માસ્ક પહેરેલ ન હોય તેવી વ્યક્તિને 1 હજારનો દંડ કરવા અધિકૃત કરવાની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે."

 

બુધવારે 1031 સેમ્પલ લેવાયા
બનાસકાંઠા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જીગ્નેશ હરીયાણી એ જણાવ્યું હતું કે કોરોનાના કેસો વધતા માં ફરી સેમ્પલ લેવાના વધારવામાં આવ્યા છે. બુધવારે જિલ્લામાં RTPCR 532 અને ANTIGEN ના 499 મળી કુલ 1031 લેવામાં આવ્યા હતા પરંતુ એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી.

 

જિલ્લામાં એક્ટિવ કેસ 6
જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના નું એક પણ કેસ નથી જોકે હાલમાં છ કેસ એક્ટિવ છે જેમાં દાંતીવાડા - 1,પાલનપુર - 1, ડીસા - 2, સુઇગામ - 1 અને લાખણી- 1 મળી કુલ - 6 કેસ નોંધવામાં આવ્યા છે.

 

Download Our B K News Today App



Related News