પુલવામાં ફરીવાર IED બ્લાસ્ટ, સબ સલામત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-27 17:48:28
  • Views : 516
  • Modified Date : 2019-07-27 17:49:39

જમ્મૂ-કાશ્મીરના કૂપવાડા સેકટરમાં આજે સરહદ પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાં છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાને કરેલા આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હજુ પણ ફાયરિંગ સતત ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 17 જૂલાઇના રોજ જમ્મૂ-કાશ્મીરના સોપાર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. જેમાં એક આતંકી ઠાર મરાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના દ્વારા ઘાટીમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવામાં આવી રહ્યું છે.જૈશ-એ-મોહમ્મદના IED એક્સપર્ટને સેનાએ ફૂંકી માર્યો આપને જણાવી દઇએ કે, ગૃહમંત્રાલયે જમ્મૂ-કાશ્મીરમાં વધારે અર્ધસૈનિક દળોને તૈનાત કરવા આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયે વધુ 100 કંપનીઓ તૈનાત કરવા આદેશ કર્યો છે. જેમાં સીઆરપીએફની 50 અને એસએસબીની 30 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. જમ્મૂ-કશ્મીરમાં સેનાના જવાનોને મોટી સફળતા હાથ લાગી છે. સેનના જવાનોએ જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર અને આઇઈ઼ડી એક્સપર્ટ મુન્ના લાહોરીને ઠાર માર્યો છે. મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં ટોપ કમાન્ડર મુન્ના લાહોરી અને તેના એક સાથીને ઠાર મારવામાં આવ્યા. મુન્ના લાહોરીના મોત સાથે જ સુરક્ષાદળોએ 17 જૂનના આઈઇડી બ્લાસ્ટનો બદલો પણ લઈ લીધો છે. અહીં આપને એ પણ જણાવી દઈએ કે, માત્ર 19 વર્ષનો મુન્ના લાહોરી આઈઈડી બનાવવામાં એક્સપર્ટ હતો અને ખુબ ખતરનાક ઈરાદાઓ સાથે ભારત આવ્યો હતો.

Download Our B K News Today App



Related News