અંભેટી ખરેડા પુલ પરથી ટેમ્પો પલટી જતા 4 વર્ષીય બાળકનું મોત, 4 ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 15:23:01
  • Views : 391
  • Modified Date : 2020-02-16 15:23:01

કપરાડાના અંભેટી ગામના ખરેડા ફળીયામાં સરૂના લાકડા ભરેલ ટેમ્પો ટેકરો ચઢતી વેળા લોડેડ હોવાથી રિવર્સ થતા પલટી પુલ પર રેલીંગ ન હોવાથી સીધો નદીમાં પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર 4 મજૂરો તથા 4 વર્ષીય સહિત માસૂમ બાળકે ગંભીર ઇજા પહોંચી હતી. જે તમામને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 4 વર્ષીય બાળકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સરૂના લાકડા ભરેલ ટેમ્પો( GJ-05-T-1912) ડુમલાવથી મોટાપોંઢા જવા માટે મજૂરો સાથે નીકળ્યો હતો. દરમિયાન અંભેટીના ખરેડા વિસ્તારમાં પહોંચતા કોલક નદીના પુલ પરથી ટેકરો ચઢતી વેળા લોડેડ ગાડી હોવાથી ટેમ્પો ઉપર ચઢી ન શકતા રિવર્સ મારી પલટી મારી હતી. ટેમ્પો પુલથી નીચે પડતા અંદર બેસેલ એક 4 વર્ષીય બાળક લાકડાના જથ્થા નીચે દબાઇ ગયો હતો. જેને તાત્કાલિક 108 થકી નાનાપોંઢાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અકસ્માતમાં ઘવાયેલા અન્ય 4 લોકોને નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તમામ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ખરેડા પુલ નીચે ટેમ્પો પલટી મારતા દિપક લક્ષી વડાલી ઉ.વ.50, સીતારામ બાળુ ઉ.વ.50, ગુની જહીરામ ખાનજોડે ઉ.વ.45, જશોદા દિપક વડાલી ઉ.વ.25 તમામ રહે.મોટી પલસાણ ડુંગરપાડા ફળિયાને નાની મોટી ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે 4 વર્ષીય રોહિત મહેશ ખાનજોડે અકસ્માત બાદ લાકડા નીચે દબાયા હોવાથી છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ભારે વાહનના ચાલકોની બેદરકારીના કારણે અવાર નવાર અકસ્માતનો બનાવ બનતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

Download Our B K News Today App



Related News