નવી PUBG ગેમની નકલી ડાઉનલોડ લિંક અનેક સાઈટ્સ પર ઉપલબ્ધ, ક્લિક કરતાં જ તમારો ડેટા ચાઉં થઈ જશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 15:08:33
  • Views : 364
  • Modified Date : 2020-12-16 15:08:33

    લોકપ્રિય મોબાઈલ મલ્ટિ પ્લેયર ગેમ PUBG મોબાઈલ એક નવા અવતારમાં ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. જ્યાં ગેમમાં નવાં કેરેક્ટર્સ, ગેમ પ્લે સાથે ગેમનું નવું નામ પણ PUBG મોબાઈલ ઈન્ડિયા છે.જોકે કંપનીએ કહ્યું કે, 2021માં ફેબ્રુઆરી મહિના પહેલાં આ ગેમ લોન્ચ થવાની સંભાવના નથી, પરંતુ PUBG લવર્સે કથિત રીતે કેટલીક વેબસાઈટ પર અવેલેબલ ગેમની APK ડાઉનલોડ લિંક જોઈ.વેબસાઈટ પર રહેલી લિંકમાંથી અનેકો લિંક ફેક છે અને તેમાં માલવેર પણ હોઈ શકે છે. તમારા ડિવાઈસ માટે નકલી લિંક ડાઉનલોડ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે હેકર્સ તેનાથી તમારા સ્માર્ટફોન સુધી પહોંચ બનાવી લે છે અને તમારો પર્સનલ તેમજ સંવેદનશીલ ડેટા ચાઉં કરી જાય છે. ઘણા યુઝર્સ ફેક લિંકનો શિકાર બન્યા છે. તેને જોઈને PUBG જલ્દી લોન્ચ થશે તેવી અફવાહો વહેતી થઈ છે. ઘણા લોકો થર્ડ પાર્ટી વેબસાઈટ્સ પર ગેમ ડાઉનલોડ કરવા માટે લિંક શોધી રહ્યા છે. કંપનીએ ગેમ લવર્સને થોડી ધીરજ રાખવા માટે કહ્યું છે.

  •     PUBG મોબાઈલ તે 118 ચાઈનીઝ એપ્સમાં સામેલ હતી, જને સુરક્ષા કારણોસર ભારતમાં બૅન કરવામાં આવી હતી. ભારત સરકારે કહ્યું કે આ એપ ‘ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે પૂર્વાગ્રહપૂર્ણ છે.’ગત મહિને જ PUBG કોર્પોરેશન તરફથી અપડેટ આવી હતી કે ભારતમાં નિયમો અને વિનિયમોનું પાલન કરતા ગેમ ફરી શરૂ કરવાની મંજૂરી મળી છે.કંપનીએ કહ્યું હતું કે, તે સારી ડેટા સુરક્ષાની શોધમાં છે અને તે સુનિશ્ચિત કરશે કે યુઝર્સનો ડેટા સુરક્ષિત અને લોકલી જ એકત્રિત થાય.PUBGના નવાં ભારતીય વર્ઝન ગેમપ્લેમાં ફેરફાર, ગેમની શરૂઆતમાં લૉબીમાં કપડાંના કેરેક્ટર્સ અને સરકારના આદેશનુસાર અન્ય પરિવર્તનો સાથે લોન્ચ થવાની આશા છે.


Download Our B K News Today App



Related News