દારૂમાં જપ્ત થયેલી કારનો અંગત વપરાશ કરતા PSIના પત્ની ઝડપાયા, પીએસઆઈ-ક્રાઈમ રાઈટર હેડ સસ્પેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 16:24:43
  • Views : 369
  • Modified Date : 2020-09-18 16:24:43

          કાલાવડ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં ઝડપાયેલી અર્ટિગા કાર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા સ્ટાફ અંગત વપરાશ માટે તેનો ઉપયોગ કરતા હતા.જે અંગેનો વીડિયો શોશિયલ મીડિયામાં ગુરૂવારે પીએસઆઇની પત્નિને ગામડે મુકવા જતા હોવાનો બહાર આવતા પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. એસપી શ્વેતા શ્રીમાળીએ પીએસઆઇ એસ.એમ. રાદડિયા તથા ક્રાઇમ રાઇટર હેડ કાંતિભાઈ પૂંજાભાઈને સસ્પેન્ડ કરી દીધા છે.કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 6.8.2020ના રોજ વિદેશી દારૂના જથ્થા સાથે અર્ટિગા કાર જીજે 3 એલજી 8413 ને પોલીસે પકડી પાડી હતી.કોર્ટની શરતો આધીન આરોપીને દર 1 અને 15મી તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની હતી.જે દરમિયાન પોતાની ગાડી જોવા ન મળતા પુછપરછ કરતા તેને કાઢી મુકવામાં આવ્યો હતો. તે બાદ આજે ભરતસિંહ પોતાના વકીલ સાથે જામનગર અંગત કામ માટે આવતા હોય ત્યારે તેની ગાડી કાલાવડ પાસે જોવા મળતા તેનો વીડિયો બનાવી પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે,પીએસઆઇ રાદડીયાની પત્નિ તેમા ગામડે જતી હતી. જે અંગેનો વીડિયો શોશિયલ મીડીયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ હતી.કથિત દારૂ કેસમાં ઝડપાયેલી કાર ઘણા સમયથી પીએસઆઇ તથા સ્ટાફ વાપરતા હતા, કાર માલિકે એક-બે વાર ગાડી રોડ પર જોઇ હતી તેમજ તેની કાર પોલીસ સ્ટેશન જોવા મળતી ન હતી. જેથી તેણે આ બાબતે પોલીસ પર વોચ રાખી અને જયારે પીએસઆઇના પત્ની ગાડી લઇને નિકળી ત્યારે વકિલ સાથે મળી વીડિયો બનાવી લીધો, જે પોલીસને ભારે પડયો હતો.

Download Our B K News Today App



Related News