પૃથ્વીરાજસિંહે નાના બાળકોને જીવનાં જોખમે બચાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-11 17:37:26
  • Views : 583
  • Modified Date : 2019-08-11 17:37:26

ટંકારામાં શુક્રવાર અને શનિવાર દરમિયાન બપોરના સમયે છાપરી નજીક કલ્યાણપર રોડ પાસે વોકળો પસાર થઈ રહ્યો હતો. ત્યાં કેટલાક ફસાયા હોવાનો મેસેજ મળતા ટંકારા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.આ વિસ્તારમાં કેડસમા પાણી ભરવાના કારણે નાના બાળકો સહિત 42 જેટલા લોકો ફસાયા હતા જેને બચાવવા કોશિશ હાથ ધરી હતી. નાના બાળકો પાણીમાંથી નીકળવા સક્ષમ ન હતા જેથી જીવનાં જોખમે તમામ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ જાડેજા સહિતનાએ બાળકોને ખભે બેસાડ્યા હતા અને ત્યાંથી સલામતી ખસેડાયા હતા. કલ્યાણપુર ગામમાં બાળકોને ખભા પર બેસાડી રેસ્ક્યુ કરનાર ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેલિફોનિક વાત કરી અભિનંદન આપ્યા હતા.

અમને મેસેજ મળતા અમે ઘટના સ્થળે દોડ્યા: પૃથ્વીરાજસિંહ
અમે મોબાઈલ વાનમાં પેટ્રોલીંગમાં હતા. તે 2 વાગ્યાને આસપાસ અમને મેસેજ મળ્યો કે ઉપરવાસમાં પાણી ભરવાના કારણે કલ્યાણપર રોડ પર વોકળાની કાંઠે 42 લોકો ફસાયા હતા. જેમાં મોટાભાગના બાળકો હતા ગામ લોકો અગાઉથી તમામને બચાવી રહ્યા હતા અમને મેસેજ મળ્યા સાથે ઘટના સ્થળે અમે પહોચ્યા હતા. અમે જોયું તો વોકળા પાસે કમરસમાં પાણી હતાં. જેમાં મોટા માણસો તો પાણીમાંથી નીકળવા સક્ષમ હતા પણ નાના બાળકો નીકળી શકતા ન હતાં. જેથી હું અને અમારા જમાદાર ફિરોજખાન અને મહોબત ભાઈ બલોચ સહિતનાએ બાળકોને બચાવવાની પ્રાથમિકતા આપી તમામને ખભે બેસાડી વોકળો પાર કરાવ્યો હતો. પાણીમાંથી બહાર કાઢ્યાના અમુક સમયમાં જ ધસમસતું પાણી આવી ગયા હતું

Download Our B K News Today App



Related News