વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસોમાં પાણીની સમસ્યા, લાભાર્થીઓએ ઉકેલ લાવવા ઉગ્ર વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-06 16:13:56
  • Views : 388
  • Modified Date : 2020-09-06 16:13:56

        એક તરફ જ્યાં રાજ્યભરમાં સારો વરસાદ વરસ્યો છે ત્યારે ભર ચોમસે વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા સત્યમ પાર્ટી પ્લોટ પાસને મુખ્યમંત્રી આવાસ યોજનાના માં રેસિડેન્સીના આવાસોના લાભાર્થીઓએ પાણીની સમસ્યા મુદ્દે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તંત્ર પાસે સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી હતી.પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા આવાસના લાભાર્થીઓએ આજે ઉગ્ર વિરોધ કર્યો હતો અને રામધૂન બોલાવી તંત્રને સદબુદ્ધિ મળે એ માટે પ્રાર્થના કરી હતી. જ્યારે એક લાભાર્થીએ અર્ધ નગ્ન થઇને વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક યોગેન્દ્ર બારીયાએ જણાવ્યું હતું કે, આ આવાસ યોજનામાં 80થી વધુ પરિવારો રહે છે અને છેલ્લા કેટલાક સમયથી આ આવાસોમાં પાણીનો પ્રશ્ન ખૂબ જટીલ બન્યો છે. પીવાના પાણી તેમજ અન્ય કામ માટે પાણી ન મળતા નાગરિકો રોષે ભરાયા છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે દક્ષાબેન ઓડે પણ તંત્ર સામે રોષ નોંધાવ્યો હતો.

Download Our B K News Today App



Related News