ગાંધીનગરમાં મંદીરોને તોડવાની નોટિસને લઇ ઉઠ્યાં વિરોધના વંટોળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-08 15:06:39
  • Views : 299
  • Modified Date : 2025-03-08 15:06:39

ગાંધીનગરમાં મંદીરો તોડવા મનપાએ નોટિસ અપતા વિવાદ સર્જાયો છે. જેમાં મંદીરોને તોડવાની નોટિસ સામે વિરોધના વંટોળ જોવા મળ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટિસ આપી હતી. ત્યારે મંદીરો દૂર કરવા કાર્યવાહી થશે તો હિંદૂ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


આ બાબતે વીએચપીના પ્રમુખે જણાવ્યું હતું કે સોમવારે અમે બેઠકનું આયોજન કરીશું. જેમાં અમે તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને બોલાવ્યા છે. આ મંદિરોને લઇ હર્ષ સંઘવી અને સીએમને મૌખિર રજૂઆત કરવાના છે. અને આ મંદિરોને કાયમી ધોરણે સ્વતંત્રરૂપે કરવા માટે અને અડચણરૂપ મંદિરોને અન્ય સ્થળે ખસેડવા જગ્યાની ફાળવણી કરવાની માંગણી કરવામાં આવનાર છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા


ઔગંરઝેબનું પણ શાસન ટકી શક્યું નથી


વધુમા તેઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં નહી આવે તો બજરંગદળ દ્વારા ભારે આંદોલન કરવામાં આવશે. સરકારને ભાનમાં હોવું જોઇએ કે 25 વર્ષથી સરકારમાં છીએ અમે ગમે તે કરીએ તો કંઇ થશે નહીં. આ ભ્રમણા દૂર કરવી જરૂરી છે. ઔગંરઝેબનું પણ શાસન ટકી શક્યું નથી. ત્યારે હિન્દુવાદી સરકારમાં દબાણ કરવામાં આવતું હોય તે ચલાવી લેવામાં નહીં આવે. પાટનગર હોવાન કારણે જો કોઇ નડતરરૂપ મંદિર હોય તો તે વિષયનો નિકાલ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News