વિરોધના સૂર / મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાના વિરોધમાં આવતીકાલે બારડોલીથી અમદાવાદ ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’, PAASનું સમર્થન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 13:03:22
  • Views : 218
  • Modified Date : 2022-06-11 13:03:22

 

મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ કરવાની માંગ

PAAS ટીમનું સરદાર સન્માન સંકલ્પ યાત્રાને સમર્થન

બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી યાત્રા


PAAS દ્વારા ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે. PAAS ટીમ દ્વારા 'સરદાર સન્માન સંકલ્પ યાત્રા'ને સમર્થન આપવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા 'સરદાર સન્માન સંકલ્પ યાત્રા' યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PAAS નેતા અલ્પેશ કથીરિયાએ યાત્રામાં જોડાવા જાહેરાત કરી છે. સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) નું નામ બદલવાના વિરોધમાં તેઓ યાત્રા કરશે. સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં PAAS પણ જોડાશે. સરદાર પટેલનું ગુજરાતમાં અપમાન ગણાવી વિરોધ કરાશે. સ્ટેડિયમનું નામ ફરીવાર સરદાર પટેલ કરવાની માંગ કરવામાં આવશે. બારડોલીથી 'સરદાર સંકલ્પ યાત્રા' કાઢી મુદ્દે વિરોધ કરાશે. બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી યાત્રા નીકાળવામાં આવશે. યાત્રા 12 જૂન રવિવારથી નીકળીને 13 જૂન સોમવારે પહોંચશે.

 

'મોટેરા સ્ટેડિયમ'નું નામ બદલવા 12મી જૂનથી શરૂ થશે સરદાર સન્માન સંકલ્પ યાત્રા

તમને જણાવી દઇએ કે, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના રિનોવેશન બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ નામ બદલાવતા પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને સરદાર પટેલનું નામ પુનઃસ્થાપિત કરવા માટે સરદાર સંકલ્પ આંદોલન સમિતિરચવામાં આવી છે. સમિતિ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આગામી 12 જૂને સરદાર સન્માન સંકલ્પ યાત્રાયોજાશે. બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રા યોજાશે. યાત્રામાં કોંગ્રેસ ભાજપ નહીં પરંતુ પાટીદાર સમાજના તમામ લોકો જોડાય એવી અપીલ કરવામાં આવી છે. તો હવે તેઓની સાથે PAAS દ્વારા 'સરદાર સન્માન સંકલ્પ યાત્રા'ને સમર્થન આપવામાં આવ્યું છે.

 

બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં આગામી 12 જૂનથી સરદાર 'સન્માન સંકલ્પ' થકી અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ફરીથી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવા માટે ચળવળ શરૂ કરવામાં આવશે. બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યા બાદ તેને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' નામ આપવામાં આવ્યું હતું. જેને લઇને વિવાદ સર્જાયો છે.

 

Download Our B K News Today App



Related News