અમદાવાદના કળાકારોના ચિત્રોમાંથી થનારી આવકને કેન્સરના દર્દીઓની સારવારમાં ખર્ચાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 12:39:47
  • Views : 360
  • Modified Date : 2020-09-23 12:39:47

         136 આર્ટિસ્ટના 294 જેટલા આર્ટવર્ક જે કલર્સ ઓફ લાઈફ શોને સાર્થક કરે છે. કેન્સર પેશન્ટ એઇડ ફાઉન્ડેશનના ઉપક્રમે 16મો કલર્સ ઓફ લાઈફ આર્ટ શો અમદાવાદમાં શરૂ થયો છે. જેમાં અમદાવાદના પ્રિયા પરિયાણી, મનીષ ચાવડા અને ભારતી પ્રજાપતિના ચિત્રો પસંદ થયા છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર 10 ઓક્ટોબર સુધી આ આર્ટ શો જોઈ શકાશે. આર્ટ પણ કોઈકના જીવનમાં રંગો ભરી શકે છે તે આ શોનો હેતુ છે. શોમાં જે ચિત્રકારોના ચિત્રો પસંદ થયા છે તે મુંબઈ, અમદાવાદ ઉપરાંત દિલ્હી, પુણે તેમજ અન્ય શહેરોનો પણ સમાવેશ થયો છે.સીપીએએફના એડિશનલ ડિરેક્ટર શુભા મુદગલે જણાવ્યું હતું કે, અમે કેન્સર પેશન્ટને મદદ કરીએ છીએ. જેમાં અમદાવાદના ચિત્રકારોનું યોગદાન પણ છે. ગયા વર્ષે 1 હજાર પેશન્ટને મદદ કરી હતી. 136 ચિત્રકારો આ 16માં શોમાંથી ભાગ જે કિંમત મળશે તે પેશન્ટ માટે વપરાશે.

Download Our B K News Today App



Related News