નેશનલ લેવલની મેટ્રિક્સ ફાઇટ નાઈટમાં વડોદરાની યુવતી પ્રો એમએમએ ફાઈટર તરીકે સ્થાન મેળવી વિજેતા થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 11:42:58
  • Views : 372
  • Modified Date : 2020-03-11 11:42:58

વડોદરા શહેરમાં રમત-ગમતની અભિરૂચિ વધી રહી છે અને ખાસ કરીને યુવાનો રમતને કારકિર્દી અપનાવવા ઉત્સુક બન્યા છે. વડોદરા શહેરના ઘણા ખેલાડીઓ વિવિધ રમતમાં રાજ્ય લેવલ અને રાષ્ટ્રીય પર સ્થાન પ્રાપ્ત કરી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે. તેવી જ રીતે વડોદરા શહેરની મિક્સ માર્શલ આર્ટ્સ ખેલાડી ઇશિકા થિતેએ પણ નેશનલ લેવલ પર યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ મેડલ પ્રાપ્ત કર્યા છે. હાલમાં ટાઇડ શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ દ્વારા અલનસર સ્ટેડિયમ, દુબઇ ખાતે મેટ્રિક્સ ફાઇટ નાઈટ-4નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં વડોદરાની આ દીકરીએ હીર ઝળકાવ્યું છે. આ લીગમાં ભારતના પ્રોફેશનલ એમએમએ ફાઈટર ભાગ લે છે. આ સ્પર્ધામાં ભારતભરમાંથી 12 મેલ અને 2 ફિમેલ ખેલાડીએ ભાગ લીધો હતો. જેમાં ઇશિકા થિતે એકમાત્ર ખેલાડી છે, જેણે ગુજરાતમાંથી પ્રો એમએમએ ફાઈટર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. સિલેકશન મેળવ્યા બાદ ઇશિકા એકમાત્ર જીત મેળવનાર મહિલા ખેલાડી છે. ઇશિકાએ અગાઉ વર્ષ-2019માં પણ દિલ્હી ખાતે આયોજીત મેટ્રિક્સ ફાઇટમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઇશિકાએ પોતાને ફાઈટર તરીકે તૈયાર કરવા 4 વર્ષથી એમએમએની તાલીમ મેળવી એમેચ્યોર એમએમએમાં ગોલ્ડ મેળવ્યો હતો. જેના ભાગરૂપે ભારતના 14 ખેલાડીઓમાં ઇશિકાનું સિલેક્શન થયું હતું. મેટ્રિક્સ ફાઇટ નાઈટ-4માં જીત મેળવ્યા બાદ ઇશિકાએ જણાવ્યું હતું કે, મારે રમત-ગમતમાં આવવું ન હતું, મારે અભ્યાસ કરી સામાન્ય નોકરી કરવી હતી. 4 વર્ષની હતી, ત્યારથી મારા પપ્પા મને રોજ વહેલી સવારે ઉઠાડીને પ્રેક્ટિસ કરાવતા હતા. અત્યારે મને સમજમાં આવે છે કે, 9થી 5ની નોકરી મારા માટે નથી. પ્રો ફાઇટ રમવું મારુ સપનું હતું. હવે પ્રો એમએમએમાં ઇન્ડિયાનું પરિનિધિત્વ કરવું મારુ સપનું છે. ઇશિકા વિવિધ રમતોમાં તાલીમ મેળવી તેની સ્પર્ધમાં ભાગ લઇ મેડલ પ્રાપ્ત કરે છે. જેવી કે કિક બોક્સિંગ, બોક્સિંગ, જીજુત્સુ, એમએમએ અને કરાટે જેવી રમતમાં ભાગ લે છે. હાલ તે વડોદરા ખાતે એમએમએ, કિક-બોક્સિંગ અને કરાટેની શહેરના વિવિધ બાળકોને અને ફાઇટરને તાલીમ આપે છે.

Download Our B K News Today App



Related News