ઉન્નાવ મામલે પ્રિયંકા ગાંધીએ કહ્યું આરોપી ધારાસભ્ય હજુ ભાજપમાં કેમ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 19:19:56
  • Views : 491
  • Modified Date : 2019-07-29 19:19:56

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરતા કહ્યું કે, ''ઉન્નાવ બળાત્કાર પીડિતાની સાથે રોડ દુર્ઘટનાનો બનાવ ચોંકાવનારો છે.'' પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે, ''આ કેસમાં ચાલી રહેલી સીબીઆઇ તપાસ ક્યાં સુધી પહોંચી? આરોપી ધારાસભ્ય હજુ સુધી ભાજપમાં કેમ છે? પીડિતા અને સાક્ષીઓની સુરક્ષામાં ઢીલાપણું કેમ?'' પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે, ''આ સવાલોના જવાબ વિના, શું ભાજપ સરકારથી ન્યાયની કોઇ આશા રાખી શકાય છે?'' કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ''બળાત્કારના ઘૃણાસ્પદ ગૂનાની પીડિત દિકરી માટે ઉન્નાવ અને ઉત્તર પ્રદેશ ન્યાય ઇચ્છતું હતું, પરંતુ ન્યાયને બદલે શું થયું? હત્યાનું ષડયંત્ર? પિતાની પોલીસ કસ્ટડીમાં હત્યા, હવે પરિવાર ગુમાવ્યો અને જીંદગીની લડી રહી છે જંગ!'' પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે, ''આદિત્યનાથ જી- મેરા કાતિલ હી મેરા મુંસિફ હે, ક્યા મેરે હકમે ફેંસલા દેગાં? ગત રવિવારે એક રોડ અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાની પીડિતા માટે ઉન્નાવ બળાત્કાર મામલાની પીડિતાએ ગંભીર રૂપે ઘાયલ થઇ છે. અકસ્માતમાં પીડિતાની માસી, કાકી અને ડ્રાઇવરના મોત થયા. પીડિત મહિલા અને તેમના વકીલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર બળાત્કાર મામલામાં મુખ્ય આરોપી છે. જ્યારે દિલ્હી રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ઉન્નાવથી ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનાર યુવતી સાથે લખનઉ સ્થિત ટ્રોમા સેન્ટરમાં મુલાકાત કરી. યુવતીની માતાએ આ અકસ્માતને હત્યાનું ષડયંત્ર કરાર કર્યું છે. પીડિતા રવિવારે રાયબરેલીથી ગુરબખ્શ ગંજ ક્ષેત્રના એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ઘાયલ થઇ હતી. આ ઘટનામાં પીડિતાના માસી અને કાકીની મોત થયા જ્યારે પીડિતા અને મહેન્દ્રિસંહ નામના વકીલ ઘાયલ થઇ ગયા. સ્વાતીએ વાતચીતમાં કહ્યું કે એમણે પીડિતા સાથે મુલાકાત કરી. અને પીડિતાએ તથા તેના પરિવારે એમની હત્યાના ષડયંત્ર હેઠળ અકસ્માત કરવાનો આરોપ લગાવ્યો છે. એમણે કહ્યું કે પીડિતાને ન્યાય અપાવવા માટે લડાઇ લડશે. દિલ્હી મહિલા આયોગ બંને દર્દીઓને એરલિફ્ટ કરવા માંગે છે. બંને દર્દીઓના પરિવાર સાથે વાતચીત કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. ઇલાજનો આખો ખર્ચ દિલ્હી રાજ્ય મહિલા આયોગ ઉઠાવશેમહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે બળાત્કાર કાંડ પર 15 દિવસમાં સેંગરને સજા સંભળાવવી જોઇએ. એમણે આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં આખા ઉત્તરપ્રદેશમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. પીડિતાની માતાએ કહ્યું કે આ અકસ્માત નહીં પરંતુ હત્યાનું ષડયંત્ર છે. એમણે બળાત્કાર કાંડમાં બીજેપી ધારાસભ્ય સેંગરની સાથે સહ અભિયુક્ત શશિ સિંહના પુત્ર અને ગામના એક અન્ય યુવક પર ધમકાવવાનો આરોપ લગાવતા કહ્યું કે બંને ઘણીવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી ચૂક્યા હતા. 

Download Our B K News Today App



Related News